Aapnu Gujarat
ताजा खबरव्यापार

મૂડીરોકાણ માટે સિંગાપુર છે સૌથી ફેવરિટ, ભારતનું સ્થાન ૩૭મું

ચાઇનીઝ કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ માટે વિશ્વના સૌથી આકર્ષક અને પસંદગીના મુખ્ય ૬૦ સ્થળોમાં ભારત ૩૭માં ક્રમે ધકેલાઇ ગયું છે. જ્યારે અગાઉ આ યાદીમાં ભારત ૩૧માં ક્રમે હતું. ઇકોનોમિસ્ટ ઇન્ટેલીજન્સ યુનિટ દ્વારા તૈયાર કરાયેલી મોસ્ટ એટ્રેક્ટિવ ડેસ્ટિનેશનની યાદીમાં સિંગાપોર ટોચ ઉપર છે.ઇકોનોમિસ્ટ ઇન્ટેલીજન્સ યુનિટના લેટેસ્ટ ચાઇના ગોઇંગ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડેક્સ મુજબ અમેરિકાને પછાડીને સિંગાપોર ચાઇનીઝ કંપનીઓના ઓવરસિઝ ઇન્વેસ્ટમેન્ટ માટેનું સૌથી વધુ પસંદગીનું સ્થળ બન્યું છે. તો હોંગકોંગ, મલેશિયા અને ઓસ્ટ્રેલિયા ટોપ-ફાઇવમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યાં છે. બ્રિક ઇકોનોમિકની વાત કરીયે તો આ ઇન્ડેક્સમાં રશિયાએ છ સ્ટેપ ઉપરની તરફ વધતા ૧૧મો ક્રમ હાંસલ કર્યો છે. જે કોમોડિટીના ભાવમાં રિકવરી થયા બાદ રશિયન એર્થતંત્રમાં સુધારાના આશાવાદને આભારી છે.તો સાઉથ આફ્રિકાનું સ્થાન પણ છ ક્રમ વધીને ૪૪માં ક્રમે આવી ગયું છે. જો કે આ ઇન્ડેક્સમાં બ્રાઝિલ ૧૯ સ્ટેપ ઘટીને ૫૩માં પટકાયું છે અને તેવી જ રીતે ભારતનું સ્થાન પણ છ સ્ટેપ નીચેની તરફ ઉતરીને ૩૭માં ક્રમે આવી ગયું છે. આ માટે ભારત અને ચીન વચ્ચેના વિવાદને મુખ્ય કારણ માનવામાં આવે છે.
ભારતમાં ચાઇનીઝ કંપનીઓ માટે અનેક મુશ્કેલીભર્યા પરિબળો હોવા છતાં પણ દેશના વિકાસ બાબતે અગ્રણી ચાઇનીઝ કંપનીઓ અને અગ્રણી અર્થવ્યવસ્થાઓ મજબૂત આશાવાદ દર્શાવતી હોવાથી હુઆવે (ટેલિકોમ્યુનિકેશન્સ ફર્મ અને શાયોમી (ઇલેક્ટ્રોનિક્સ કન્ઝ્યુમર કંપની) જેવી ચાઇનીઝ કંપનીઓએ ભારતમાં તેમણે બિઝનેસમાં સફળતા મેળવી છે. ઇ-કોમર્સ ભવિષ્યમાં ગ્લોબલ કન્ઝ્યુમર સેક્ટરમાં ચાઇનીઝ કંપનીઓ માટે મહત્ત્વની તાકાત બની શકે છે એવું રિપોર્ટમાં જણાવ્યું છે. જે મુજબ અલીબાબ ક્રમશઃ લાઝાડા અને પેટીએમ મારફતે સાઉથ-ઇસ્ટ એશિયા અને ઇન્ડિયાના ઇ-કોમર્સ સેક્ટરમાં પોતાની હાજરી વધારી રહ્યું છે.વિકસીત દેશોએ આ ઇન્ડેક્સમાં ટોચના સ્થાન ઉપર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે અને વિકાસશીલ દેશોના સ્થાનમાં સુધારો થયો છે. જેમ કે, મલેશિયા ચોથા અને કઝાખસ્તાન ૧૩માં ક્રમે છે. જો કે કેટલાક વિકસીત દેશોના સ્થાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેમ કે, બ્રિટનનું સ્થાન આ યાદીમાં ૨૯ સ્ટેપ નીચેની તરફ ઉતરીને ૪૧માં ક્રમે આવી ગયું છે. આટલો મોટો ફેરફાર યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાના નિર્ણય બાદ બ્રિટનમાં સર્જાવનાર અનિશ્ચિતાની ચિંતાને પગલે આવ્યો છે. છ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડાઇસિસમાં સતત ઊંચા સ્થાને રહેનાર દેશોમાં અમેરિકા, જાપાન, ભારત અને ઇરાનનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ અમેરિકા અને જાપાન પોતાની સ્થિતિને વળગી રહ્યાં છે અને મર્જર અને એક્વિઝિશન મારફતે ટેક્નોલોજી અને બ્રાન્ડસ લેવાની ચાઇનીઝ કંપનીઓને તક આપે છે. તો ભારત અને ઇરાન ઝડપથી વિકસતા બજારો છે જેમાં ચાઇનીઝ કંપનીઓને સ્પર્ધાત્મકતાનો સામનો કરવો પડી રહ્યો છે.

Related posts

શેરબજારમાં ઉથલ-પાથલનાં સંકેતો

aapnugujarat

યોગી સાંસદ અને મુખ્યપ્રધાન બંને કેવીરીતે બની શકે? : અલ્હાબાદ હાઈકોર્ટ

aapnugujarat

Sensex rises by 234 points to close at 39,131.04, Nifty ended by 72.70 points at 11,661.05

aapnugujarat

Leave a Comment

UA-96247877-1