Aapnu Gujarat
गुजरात

મોદીએ ૮૦૦૦ કાર્યકરો સાથે ઓડિયો બ્રિજથી કરેલો સંવાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રદેસ ભાજપાના અનુસુચિત જાતિ.જનજાતિ અને સાગરખેડૂ એમ મોરચાના ૮,૦૦૦ જેટલા કાર્યકરો સાથે ઓડિયોબ્રીજના માધ્યમથી સંવાદ કર્યો હતો.ગુજરાત ભાજપાના આદિવાસી મોરચાના ૨૬૦૦ જેટલા કાર્યકર્તાઓની સાથે સંવાદ કરતા તેમણે કહ્યુ કે,આદિવાસી સમાજ ઉંમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટો ગુજરાતની આન,બાન અને શાન છે.વનબંધુ યોજના જેવી આદિવાસી કલ્યાણકારી અનોખી યોજનાએ ૬૫,૭૦૦ કરોડના ખર્ચે વિકાસ થયો છે આદિવાસી જીવનમાં ્‌નેક પ્રકારની પ્રગતિથી ગુણાતમ્ક પરિવર્તન આવ્યુ છે.આજે આદિવાસી સમાજમાં ્‌અભૂતપૂર્વ ભરોસો ભાજપ પ્રત્યે જાગેલો છે અને ભાજપના કાર્યકરો આદિવાસી સમાજના વિકાસ માટે અત્યંત નિષ્ઠાથી સેવા કરી રહ્યા છે. ખેલ મહાકુંભ દ્વારા અનેક આદિવાસી ખેલાડીઓની ખેસકૂદની પ્રતિભાને અવસરો મળ્યા છે પૈસાનો કાયદો અને બાંબુને ઝાડ નહી ગણવાના કાયદાકીય સુધારાનો સૌથી વધુ લાભ આદિવાસીઓને મળી રહ્યો છે.ગુજરાત ભાજપના અનુસુચિત જાતિ મોરચાના ૧૬૦૦ કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યુ કે,બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વામ દિને પંચતીર્થનુ નિર્માણ ભાજપાએ જ કર્યુ છે.દિલ્હીમાં ડો.આંબેડકર ઈન્ટરનેશનલ રિસર્ચ સેન્ટરનુ આજે ઉદ્દઘાટન કરવામા આવ્યુ છે.દલિતોમા ભાજપા વિશે અનેક ભ્રમ ફેલાવાઈ રહ્યા હોવા છતાં ભાજપાના કાર્યકરોએ દલિતોની સેવા કરી સામા પ્રવાહમા પણ દલિતોનો વિકાસ,સ્વમાનભેર જીવવાની યોજના,સ્વચ્છતાનુ અભિયાન,સમાનતાની દિશામા કામ કર્યુ છે.ભાજપ હંમેશા દલિતોના જીવનમાં એકતા, સમરસતા, સામાજીક ન્યાય માટે પ્રતિબદ્ધ રહ્યો છે.સરકારે ભીમ એપ બનાવીને ડીઝીટલ ફાઈનાન્સ ટ્રાન્જેકશનને સમાજમા મુકયુ છે આ ભાજપની આંબેડકર પ્રત્યેની શ્રધ્ધા અને નિષ્ઠાનો પરિચાયક છે.તેમણે સાગરખેડૂ યોજના એ સાગરકાંઠાના માછીમારો માટે નવા વિકાસના દ્વારો ખોલી નાંખ્યા હોવાનુ કહી બ્લુ રિવોલ્યુશન યોજનાની વિગતો આપી હતી.

Related posts

गोधरा कांड में मोदी को क्लीन चिट

aapnugujarat

વડોદરા પીએફ એન્ફોર્સમેન્ટ ઓફિસર લાંચ લેતાં પકડાયા

aapnugujarat

कॉर्पोरेशन के कॉर्पोरेटर उम्मीदवार बनने के इच्छुक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1