Aapnu Gujarat
गुजरात

કમોસમી વરસાદના પરિણામે ઉભા પાકને ભારે નુકસાન થયું

ગુજરાતમાં ઓખી વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાની વચ્ચે રાજયના અનેક વિસ્તારોમા હવામાનમાં પલ્ટો આવવા પામ્યો છે અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદને પરિણામે ખેતરોમાં ઉભા એવા શિયાળુ પાકો કે જેમાં જીરા.કપાસ અને ધાણા સહિતના પાકોનો સમાવેશ થાય છે એના ઉપર માઠી અસર થવા પામતા ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાવા પામ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર,ઓખી વાવાઝોડાની અસરના પરિણામે રાજયના અનેક વિસ્તારોમા રવીવારથી પલ્ટો આવેલો જોવા મળી રહ્યો છે.એમાં પણ જુનાગઢ, પોરબંદર સહિત અમદાવાદ જિલ્લામા બદલાયેલા વાતાવરણને લઈને ખેડૂતો ચિંતીત બનવા પામ્યા છે.ખેડૂતોના ખેતરોમાં હાલ શિયાળુ પાક તૈયાર થઈને ઉભો છે જેમાં ઘંઉ,જીરા,કપાસ,ધાણા સહિતના પાક ઉપર કમોસમી વરસાદ પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની ભીતી પ્રબળ સંભાવના ઉભી થઈ છે.એક તરફ ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળ્યા નથી.ત્યાં બીજી તરફ ઓખી વાવાઝોડાના પરિણામે હવામાનમાં આવેલા પલ્ટા અને કમોસમી વરસાદને પગલે હવે ઉભા શિયાળુ પાકને નુકસાન પહોંચતા ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાવા પામ્યો છે.હવામાન વિભાગ દ્વારા કરવામા આવેલી આગાહીના પગલે વાદળછાયા વાતાવરણના પગલે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જીરા અને કોથમીરના પાકને વ્યાપક નુકસાન પહોંચશે.આ પાકની વાવણી એક માસ અગાઉ જ ખેડૂતો દ્વારા કરવામા આવી હતી.આ બંને પાકો ખુબ સંવેદનશીલ માનવામા આવે છે.વરસાદના કારણે કપાસ પીળો પડી જતો હોઈ કપાસના પાકને પણ નુકસાન થવાની સંભાવના વ્યકત કરવામા આવી છે.આ સાથે જ વિવિધ શાકભાજી કે જેમાં કારેલા,દૂધી,ટામેટા,રીંગણ જેવા પાકો ઉપર પણ કમોસમી વરસાદને પગલે આ પાકોમાં જીવાત પડવાની શકયતા વધી જતી હોઈ શાકભાજી ઉગાડીને બેઠેલા ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થવાની સંભાવના છે.

Related posts

बारिश के बीच राज्य के कई हिस्सों में तापमान कम हुआ

aapnugujarat

लाभ पांचम के बाद भी कपड़ा बजार में रौनक नहीं

aapnugujarat

વિરમગામનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે યુવા શક્તિ ગ્રુપ અને રામ મહેલ મંદિરનાં મહંતે આવેદનપત્ર આપ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1