Aapnu Gujarat
ताजा खबरव्यापार

મોદી સરકારને રાહત : ધારણા પ્રમાણે બીબીબી રેટિંગ અકબંધ

સરકારની અપેક્ષા મુજબ જ ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાર્ડર્ડ એન્ડ પુઅર્સ (એસએન્ડપી) દ્વારા પણ ભારતના રેટિંગમાં આ વખતે કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. એસ એન્ડ પીએ ભારતના રેટિંગને બીબીબી રાખીને આશા જગાવી છે. આઉટલુક સ્ટેબલ હોવાની વાત કરી છે. રેટિંગ એજન્સીએ આશા વ્યક્ત કરી છે કે, આવનાર સમય ભારતીય અર્થવ્યવસ્થા માટે શાનદાર રહેશે. અચ્છે દિનની વાત આમા કરવામાં આવી છે. ૨૦૧૮-૨૦ વચ્ચેના ગાળામાં અર્થવ્યવસ્થામાં સુધારની આશા દર્શાવવામાં આવી છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે, વિદેશી મૂડી ભંડોળમાં સતત વધારો થશે. ૧૩ વર્ષ બાદ મૂડી દ્વારા રેટિંગમાં સુધારો કરવામાં આવ્યા બાદ એમ માનવામાં આવી રહ્યું હતુ ંકે, એસ એન્ડ પી પણ રેટિંગ વધારશે. એસ એન્ડ પીએ છેલ્લે જાન્યુઆરી ૨૦૦૭માં ભારતના રેટિંગમાં સુધારો કર્યો હતો અને આને બીબીબી કર્યો હતો. આને બોન્ડ માટે સૌથી નિચલા સ્તરની ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગ ગણવામાં આવે છે. એ સમયે એજન્સીએ આઉટલુકને સ્થિર રાખવાની વાત કરી હતી. ત્યારબાદ ૨૦૦૯માં એજન્સીએ આઉટલુકને નેગેટિવ શ્રેણીમાં મુકી દેતા આની ચર્ચા રહી હતી. જે ૨૦૧૦માં સ્થિર સ્થિતિમાં રહી હતી. ૨૦૧૨માં આઉટલુકને નકારાત્મક સ્થિતિમાં મુકી દેવાઈ હતી. નરેન્દ્ર મોદી સરકાર આવવા સુધી સ્થિર સ્થિતિ હતી. જો કે તેના રેટિંગમાં કોઇ સ્થિતિ બદલાઈ ન હતી અને બીબીબીની સ્થિતિ રહી હતી. આ વર્ષે મે મહિનામાં મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે ભારતના અર્થતંત્રના પરિબળો ખુબ મજબૂત હોવા છતાં રેટિંગ ન સુધારવાને લઇને એજન્સીની ઝાટકણી કાઢી હતી. એસ એન્ડ પીના નામનો ઉલ્લેખ કર્યા વગર પુઅર્સ સ્ટાન્ડર્ડ ગણાવ્યા હતા. મૂડીઝે ભારતના રેટિંગને આ મહિને બીએએ-૩થી બીએએ-૨ કરવાની જાહેરાત કરી હતી. મૂડીએ નોટબંધી અને જીએસટી જેવા પગલાની પ્રશંસા કરી હતી. વૈશ્વિક રેટિંગ સંસ્થા મૂડીએ ગયા શુક્રવારના દિવસે ભારતની રેટિંગ છેલ્લા ૧૪ વર્ષમાં પ્રથમ વખત સુધારી હતી. નોમુરાએ રિસર્ચ નોટમાં કહ્યું છે કે, સીપીઆઈ ફુગાવો નવેમ્બર મહિનામાં ચાર ટકાથી ઉપર પહોંચી શકે છે અને તે વર્ષ ૨૦૧૮માં ચાર ટકાના આરબીઆઈના ટાર્ગેટથી ઉપર રહશે.

Related posts

વેચવાલી જારી : FPI દ્વારા ઇક્વિટીમાંથી નાણાં ખેંચાયા

aapnugujarat

HM Amit Shah to hold meeting with all ATS Chiefs including NSA Ajit Doval on Oct 14-15

aapnugujarat

૪૦ લાખ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઉદ્યોગોને જીએસટીમાંથી મુક્તિ

editor

Leave a Comment

UA-96247877-1