Aapnu Gujarat
मनोरंजन

પ્રિયદર્શન અભિષેક બચ્ચનને લઇ હવે નવી કોમેડી ફિલ્મ બનાવાશે

હેરાફેરી, ભુલ ભુલૈયા અને અનેક ફિલ્મો બનાવીને ફિલ્મી ચાહકોને રોમાંચ આપનાર નિર્દશક પ્રિય દર્શન હવે ફરી લાંબા ગાળા બાદ એન્ટરી કરી રહ્યા છે. ચાર વર્ષના લાંબા ગાળા બાદ તે વાપસી કરી રહ્યા છે. તેમની છેલ્લી ફિલ્મ રંગરેજ હતી તે ફલોપ સાબિત થઇ હતી. વર્ષ ૨૦૧૩માં આ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જેમાં જેકી ભગનાની અને પ્રિયા આનંદની ભૂમિકા હતી. પ્રિય દર્શનની નવી ફિલ્મને લઇને હજુ નામની જાહેરાત કરવામાં આવી નથી. પરતુ તે કોમેડીથી ભરપુર ફિલમ રહેશે. જેમાં અભિષેક બચ્ચન મુખ્ય રોલ કરે તેવી શક્યતા છે. ફિલ્મમાં અભિષેક મુખ્ય અભિનેતા તરીકે રહેશે તેવી વાત પ્રિયદર્શન દ્વારા કરવામાં આવી છે. હાલમાં અમે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છીએ. આ સપ્તાહમાં જ અભિષેકને પણ જાણ કરી દેવામાં આવનાર છે. જાન્યુઆરી સુધી ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવના છે. હેરાફેરી જેવી જ વધુ એક ફિલ્મ લઇને અમે આવી રહ્યા છીએ. બોલિવુડમાં પ્રિયદર્શન સાવધાનીપૂર્વકની ઇનિગ્સ હવે રમવા માંગે છે. અભિનેતા તરીકે પુછવામાં આવતા તેમણે કહ્યુ હતુ કે અક્ષય કુમાર જેવા સ્ટારની શોધમાં છીએ. તેમની પાસેથી લોકો ફરી હેરાફેરી અને હલચલ જેવી ફિલ્મની અપેક્ષા રાખે છે. જેથી તેઓ લોકોની અપેક્ષા મુજબની વધુ એક ફિલ્મ બનાવવા માંગે છે. અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચનને પણ બોલિવુડમાં ઘણા વર્ષો થયા હોવા છતાં તે લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી શક્યો નથી. તેની પાસે મલ્ટી સ્ટારર ફિલ્મો જ આવી રહી છે. તે સોલો ફિલ્મમાં કામ કરી રહ્યો છે. નિર્માતા નિર્દેશક તેને સોલો સ્ટાર તરીકે લઇને ફિલ્મ બનાવવાની હિંમત કરી રહ્યા નથી. તે ચાહકોમાં વધારે ફેવરીટ નથી.

Related posts

મલાઇકા દબંગ-૩ ફિલ્મમાં ભૂમિકા નહીં કરે

aapnugujarat

સોનુ સુદ હિન્દી અને મરાઠી ફિલ્મો કરવા તૈયાર

aapnugujarat

સોનમ કપુર આનંદ આહુજા સાથે ડેટિંગ ઉપર છે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1