Aapnu Gujarat
गुजरात

લઘુમતીના તૃષ્ટિકરણનું ભાજપ રાજકારણ રમી રહ્યાનો અખિલ ભારતીય જનસંઘના નેતાના ભાજપ પર આક્ષેપ

ગુજરાત સહિત દેશભરમાં તાજેતરની રાજકીય પરિસ્થિતિ અને હિન્દુત્વને બાજુએ લાખી લઘુમતીઓના તૃષ્ટિકરણની ખેલાઇ રહેલી ભાજપની ગંદી રાજનીતિ સામે ઓરીજનલ અખિલ ભારતીય જનસંઘ હિન્દુત્વની રક્ષા કાજે ફરી મેદાનમાં આવ્યું હતું. અખિલ ભારતીય જનસંઘના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ યાદવ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ અતુલભાઇ દવે સહિતના નેતાઓએ ભાજપ પર ગંભીર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપ હિન્દુત્વ અને અયોધ્યા રામમંદિરની વાતો બાજુએ રાખી મતોના રાજકારણ માટે લઘુમતીઓના તૃષ્ટિકરણની ગંદી રાજનીતિ રમી રહ્યું છે અને તેથી જનસંઘ સાંખી નહી લે. આગામી વિધાનસભા ચૂંટણીઓમાં અખિલ ભારતીય જનસંઘના ઉમેદવારો પણ ૧૮૨ બેઠકો પરથી ચૂંટણી લડશે. અખિલ ભારતીય જનસંઘના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ યાદવ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ અતુલભાઇ દવેએ વધુમાં જણાવ્યું હતું કે, અખંડ હિન્દુરાષ્ટ્ર અને હિન્દુત્વની રક્ષા માટે આદરણીય શ્યામાપ્રસાદ મુખરજી અને પંડિત દિનદયાળ ઉપાધ્યાયની વિચારસરણી મુજબ આગળ વધેલો અખિલ ભારતીય જનસંઘને આજે હિન્દુત્વની રક્ષા માટે ફરીથી મેદાનમાં આવવાની ફરજ પડી છે કારણ કે, ભાજપે હિન્દુત્વ, અયોધ્યામાં રામમંદિર, દરેક નાગરિક માટે સમાન સિવિલ કોડ અને જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી ૩૭૦ની કલમ દૂર કરવા, દેશમાં સૈનિકોના અપાઇ રહેલા બલિદાનો સહિતના મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવીને ત્રિપલ તલાક અને લઘુમતીઓના તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યું છે અને તે પણ મતોના રાજકારણ માટે, સત્તાના સ્વાર્થમાં. ત્યારે હવે અખિલ ભારતીય જનસંઘને હિન્દુત્વની રક્ષા માટે જાહેરમાં આવવું પડયું છે. હિન્દુત્વની અને તેના રક્ષણની મોટી મોટી વાતો કરનારા ભાજપના નેતાઓ આજે ઉપરોકત તમામ મહત્વના અને સંવેદનશીલ મુદ્દાઓ માળીયે ચઢાવી દીધા છે. અખિલ ભારતીય જનસંઘના આ નેતાઓએ ભાજપને સાફ શબ્દોમાં ચીમકી આપી હતી કે, પોતાના રાજકીય સ્વાર્થ માટે શ્યામાપ્રસાદ મુખરજી અને પંડિત દિનદયાળ ઉપાધ્યાયના નામનો સહારો ન લેવો કે, તેમની પવિત્ર તસવીરનો ઉપયોગ ના કરવો. ગૌવંશ બચાવવાના નામે રાજનીતિ કરી હવે સત્તા મેળવ્યા બાદ ગૌરક્ષકોને ગુંડાઓ સાથે સરખાવી રહ્યા છે. રાતોરાત નોટબંધીની જાહેરાત કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાયને રાષ્ટ્રીય પ્રાણી કેમ જાહેર કરતા નથી. ભાજપના આ સ્વાર્થી રાજકારણને મ્હાત આપવા અને હિન્દુત્વની રક્ષા માટે આગામી વિધાનસભા ચૂંટણીમાં અખિલ ભારતીય જનસંઘ ૧૮૨ બેઠકો પરથી તેના ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રાખશે. આ માટે જનસંઘે ૬૦ જેટલી બેઠકો પર તો સર્વે પણ કરાવ્યો છે કે જયાં તેની સ્થિતિ મજબુત છે. આગામી સપ્તાહમાં ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરાશે એમ અખિલ ભારતીય જનસંઘના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ યાદવ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ અતુલભાઇ દવેએ ઉમેર્યું હતું.

Related posts

કચ્છમાં કપરી સ્થિતિઃ પશુધન માટે વધુ ઘાસચારો ફાળવો તારાચંદ છેડા

aapnugujarat

કેશવબાગ વિસ્તારમાં વૃદ્ધાની ક્રૂર હત્યાના કેસમાં વોન્ટેડ શખ્સ પકડાયો

aapnugujarat

સાબરકાંઠા જિલ્લા ગ્રામ સેવક મંડળની બેઠક યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1