Aapnu Gujarat
मनोरंजन

પ્રસિદ્ધિથી મુક્તિ તેમજ શાંતિ ઇચ્છુ છું : અમિતાભ બચ્ચન

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનું કહેવું છે કે, ૭૫ વર્ષની વયમાં તેઓ પ્રસિદ્ધિથી મુક્તિ અને શાંતિ ઇચ્છે છે. લોકપ્રિયતાના કારણે તેમના ઉપર બોફોર્સ કાંડ, પનામા પેપર્સ અને તાજેતરમાં જ પોતાની સંપત્તિ ઉપર ગેરકાયદે નિર્માણના મામલામાં આક્ષેપો કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચને આજે પોતાના બ્લોગ ઉપર એક પોસ્ટમાં લખ્યું છે કે, આ વયમાં પહોંચ્યા બાદ તેઓ હવે પ્રસિદ્ધિથી મુક્તિ અને શાંતિ ઇચ્છે છે. પોતાના જીવનના અંતિમ વર્ષોમાં તેઓ પોતાની સાથે એકલા રહેવાનું પસંદ કરશે. તેમને કોઇપણ પ્રકારની સિદ્ધિ જોઇતી નથી. આનાથી તેઓ નફરત કરે છે. તેઓ લોકપ્રિયતા મેળવવાની શોધમાં નથી. તેઓ હવે પ્રશંસા ઇચ્છતા નથી. તેમના વકીલે મુંબઈના ગોરેગાંવ પૂર્વમાં બીએમસી દ્વારા મોકલવામાં આવેલી નોટિસના સંબંધમાં અમિતાભની સંપત્તિ ઉપર કોઇપણ પ્રકારની ગેરકાયદે નિર્માણની પ્રવૃત્તિનો ઇન્કાર કર્યો છે. આના થોડાક દિવસ બાદ જ આ પોસ્ટમાં અમિતાભે માહિતી આપી છે. અમિતાભે કહ્યું છે કે, તેઓ કોઇપણ પ્રકારના વિવાદમાં રહેવા ઇચ્છુક નથી. ઘણા વર્ષો સુધી બોફોર્સને લઇને હેરાન કરવામાં આવ્યા હતા.

Related posts

હવે સાયના નેહવાલની લાઇફ ઉપરની ફિલ્મમાં શ્રદ્ધા કપુર ચમકશે

aapnugujarat

બ્રાઝીલમાં ડેમ ધસી પડતાં ૪૦ લોકોના મોતઃ ૩૦૦થી વધુ લોકો ગુમ

aapnugujarat

ડેઝી શાહ રોમાન્સ ફિલ્મને લઇ ખુશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1