Aapnu Gujarat
खेल-कूद

સનરાઇઝ હૈદરાબાદ-દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે જંગ

આજે દિલ્હી ખાતે સનરાઈઝ હૈદરાબાદ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે જંગ ખેલાનાર છે. આઇપીએલમાંરોમાંચક મેચોના દોર વચ્ચે આજે દિલ્હી ડેરડેવિલ્સની સામે સનરાઇઝ હૈદરાબાદની ટીમ જારદાર દેખાવ કરવા માટે સજ્જ છે. કેપ્ટન ડેવિડ વોર્નરે છેલ્લી મેચમાં સૌથી ઝડપી સદી ફટકારીને ક્રિકેટ ચાહકોને રોમાંચિત કરી દીધા હતા. પોઇન્ટ ટેબલમાં હાલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ ૧૦ મેચોમાં ૧૪ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. મુંબઇના પણ ૧૪ પોઇન્ટ છે. સનરાઇઝ આવતીકાલની મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી જવાના પ્રયાસ કરી શકે છે. તેના હાલમાં ૧૦ મેચોમાં ૧૩ પોઇન્ટ છે. દિલ્હી ડેરડેવિલ્સ આઠ મેચોમાં બે જીત અને છ હાર સાથે માત્ર ચાર પોઇન્ટ ધરાવે છે. દિલ્હી અને આરસીબીની ટીમ તો પહેલાથી જ હવે ફેંકાઇ ચુકી છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે ક્વાલિફાયર-૧ મેચ કમાનાર છે. જ્યારે બેંગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બન્ને ઇલિમિનેટર મેચો અને ક્વાલિફાયર-૨ મેચ રમાનાર છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો પાંચમી એપ્રિલથી શરૂ થઈ હતી. જે હવે ૧૪મી મે વચ્ચે રમાનાર છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. હાઈપ્રોફાઈલ ઈÂન્ડયન પ્રિમિયર લીગની મેચો પાંચમાં એપ્રિલથી શરૂ થયા બાદથી હજુ સુધી તમામ મેચો ખૂબ જ રોચક રહી છે. આ વખતે હજુ સુધી આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝ હૈદરબાદ અને રાઇઝિંગ પુણેનો દેખાવ શાનદાર રહ્યો છે. બન્ને ટીમો લડાયક મુડમાં દેખાઇ રહી છે. આ મેચનું પ્રસારણ આજે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. આયોજકો દ્વારા હૈદરાબાદની મેચને લઇને તમામ તૈયારીઓ કરી લીધી છે. ચાહકોને કોઇ તકલીફ ન પડે તે માટે આયોજન કરાયું છે. ડેવિડ વોર્નરની બેટિંગ પર તમામ ચાહકોની બાજ નજર રહેશે. તે છેલ્લી નિર્ણાયક મેચોમાં જ શાનદાર ફોર્મમાં આવ્યો છે.

Related posts

विश्व कप : आर्चर और जेसन राय पर लगा मैच फीस का 15% जुर्माना

aapnugujarat

विश्व कप की जीत से इंग्लैंड की एशेज टीम को मिलेगी प्रेरणा : सैम कुरेन

aapnugujarat

धवन के दर्द को महसूस कर सकता हूं : तेंडुलकर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1