Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરવા માટે કડક સૂચનો

૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ સુધી બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સમય મર્યાદા નજીક આવી રહી છે. આમા કહેવામાં આવ્યું છે કે, જે લોકો આ અવધિ સુધી પોતાના બેંક ખાતાઓથી આધારને લિંક કરશે નહીં તે લોકો ખાતાઓમાં લેવડદેવડ કરી શકશે નહીં. પીપલ એડવાઇઝરી સર્વિસ એન્ડ યંગના ડિરેક્ટર પુનિત ગુપ્તાએ નાણા મંત્રાલય તરફથી પહેલી જૂન ૨૦૧૭ના દિવસે જારી કરવામાં આવેલા પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ રુલ્સ ૨૦૦૫માં સુધારાથી સંબંથિત નોટિસની વાત કરી છે. તેમણે કહ્યું છે કે, આ બાબત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, આ નિયમ તમામ વ્યક્તિગત, કંપનીઓ, ફર્મ, ટ્રસ્ટ, એસોસિએશન પર લાગૂ થાય છે. જેમના બેંક એકાઉન્ટ રહેલા છે પોતાના બેંક ખાતાઓમાં લેવડદેવડને જારી રાખવા માટે તેમને આધાર સાથે લિંક કરવાની જરૂર રહેશે. આનાથી મુક્તિ ત્યાર જ મળી શકશે. આધારના નિયમ મુજબ જે અપ્રવાસી છે તેમને રાહત રહેશે. નાણામંત્રાલયના નિર્દેશ મુજબ બેંકો હવે આધાર વગર ખાતા પણ ખોલી રહ્યા નથી. તમામ બેંક પોતાના ગ્રાહકોને આધાર નંબર ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપી રહ્યા છે. એચડીએફસી બેંક પોતાના ગ્રાહકોને આધાર લિંક કરવા માટે મેસેજો પણ મોકલી ચુકી છે. આધારને જુદી જુદી સુવિધાઓ માટે લિંક કરવા માટેની સૂચના વારંવાર જારી કરવામાં આવી રહી છે. જનકલ્યાણની યોજનાઓના લાભ પણ આધારની સાથે જ આપવામાં આવી રહ્યા છે. આધારને લઇને કેટલાક લોકો વિરોધ કરી ચુક્યા છે.

Related posts

नोटबंदी : मोदी पार्ट-२ का रोड मेप पेश कर सकते है

aapnugujarat

આંધ્રમાં ભાજપની જવાબદારી કન્ના લક્ષ્મીનારાયણને સોંપાઈ

aapnugujarat

हाथरस केस : पीएम ने योगी से की बात, कहा- दोषियों को मिले कठोरतम सजा

editor

Leave a Comment

UA-96247877-1