Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

એરસેલ-મેક્સિસ ડિલમાં કાર્તિ ચિદમ્બરમની સંપત્તિ જપ્ત થઈ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એરસેલ મેક્સિસ બિલ મામલામાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની સામે મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ કાર્તિ સાથે જોડાયેલી ૯૦ લાખ રૂપિયાની સંપત્તિ, બેંક એકાઉન્ટ અને એફડી જપ્ત કરી લીધી છે. ચિદમ્બરમના પુત્રની સંપત્તિ જપ્ત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. રાજકીય વર્તુળોમાં પણ ભારે ચિંતા પ્રવર્તી રહી છે. પૂુર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર સામે છેલ્લા ઘણા સમયથી કાર્યવાહી કરવામાં આવી રહી હતી. મની લોન્ડરિંગ કેસમાં કાર્તિ ચિદમ્બરમ અને તેમની એસોસિએટ્‌સ કંપનીની ૧.૧૬ કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ અને બેંક બેલેન્સની રકમ જપ્ત કરી લેવામાં આવી છે. એજન્સીએ નાણા મંત્રી તરીકે તેમની અવધિ દરમિયાન મલ્ટીનેશનલ કંપનીઓને તેમના પિતા દ્વારા ટેકો આપવાના મામલામાં વળતર રુપે આ નાણા મળ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ઇડીએ અભૂતપૂર્વ રકમ જપ્ત કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. એરસેલ-મેક્સિસ કેસમાં ઇડીએ દાવો કર્યો છે કે, એરસેલ-મેક્સિસ એફડીઆઈ મંજુરી મારફતે ૩૫૦૦ કરોડ રૂપિયા મંજુર કરાયા હતા. દરખાસ્ત ૧૮૦ કરોડ રૂપિયાના રોકાણની દર્શાવવામાં આવી હતી. એફડીઆઈમાં કેટલીક બેદરકારી પણ રહી હતી. તપાસ દરમિયાન ઇડીને જાણવા મળ્યું હતું કે, એરસેલ મેક્સિસ કેસમાં એફઆઈપીબી એપ્રુવલ પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ દ્વારા આપવામાં આવી હતી. સાથે સાથે ઇડીને એવું જાણવા પણ મળ્યું છે કે, કાર્તિ અને ચિદમ્બરમની ભત્રીજીની કંપનીને મેક્સિસ ગ્રુપથી બે લાખ ડોલર મળ્યા હતા. અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય તપાસ સંસ્થા દ્વારા એરસેલ-મેક્સિસ ડિલમાં પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમની ભૂમિકામાં તપાસ કરી રહી છે. ૨૦૦૬માં મલેશિયન કંપની મેક્સિસ દ્વારા એરસેલમાં ૧૦૦ ટકા હિસ્સેદારી હાસલ કરવાના મામલામાં મંજુરી આપવાને લઇને ચિદમ્બરમ પર અનિયમિતતા દર્શાવવાનો આક્ષેપ કરવામાં આવી ચુક્યો છે. ઇડીએ ૧.૧૬ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આમા એડવાન્ટેજ સ્ટેટેજીક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ૨૬ લાખ રૂપિયાની બેંક ડિપોઝિટ પણ સામેલ છે. આ કેસમાં તત્કાલિન ટેલિકોમ મંત્રી દયાનિધિ મારન ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તેઓએ એરસેલના માલિક સી શિવકૃષ્ણન પર મલેશિયન કંપની મેક્સિસને કંપનીની હિસ્સેદારી વેચવા માટે દબાણ કર્યું હતું. આરોપ છે કે, આના લીધે મારનની ટેલિવિઝન કારોબારને જંગી મુડીરોકાણ મળી ગયું હતું. એરસેલ-મેક્સિસ ડિલ કેસની તપાસના સંદર્ભમાં ઇડીએ જ્યારે એડવાન્ટેજ સ્ટેટેજિક અને વાસન હેલ્થકેરના ડિરેક્ટરોના આવાસ ઉપર તપાસ કરી હતી ત્યારે આ ગાળા દરમિયાન મળેલા દસ્તાવેજના આધાર પર ઇડીએ ચેસ ગ્લોબલ એડવાઈઝરી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની તપણ તપાસ કરી હતી. કાર્તિ આ કંપનીના ડિરેક્ટર હતા. તપાસકર્તાોને જાણળા મળ્યું હતું કે, દસ્તાવેજોમાં ગેરરીતિ દેખાઈ રહી છે. દસ્તાવેજોમાં તપાસ અને ઇન્કમટેક્સ વિભાગના કાગળોથી જાણવા મળ્યું કે, કાર્તિના એડવાન્ટેજ સ્ટેટજીક, સેક્વોયા અને વેસ્ટબ્રિજથી નજીકના સંબંધ હતા.

Related posts

કેરળનાં ૪ જિલ્લામાં જળપ્રલય : મૃતાંક ૧૭૦ને પાર

aapnugujarat

ઓવૈસીનો પ્રહાર, તાજમહાલ તેજોમંદિર થા… આપ કે અબ્બાને બનાયા થા….

aapnugujarat

રાજ્યવર્ધનસિંહ રાઠોડે જયપુર ગ્રામીણ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્રક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1