Aapnu Gujarat
राष्ट्रीय

લોન ન લેનારને ઘર લેવા સરકાર દોઢ લાખ આપશે

રિયલ એસ્ટેટ માર્કેટની હાલત હાલમાં કફોડી બનેલી છે. આવી સ્થિતીમાં સરકારે સસ્તા આવાસના નિર્માણને પ્રોત્સાહન આપવા માટે હવે પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશીપ સ્કીમ લાવવા માટેની તૈયારી કરી છે. આ સ્કીમ હેઠળ પ્રાઇવેટ જમીન પર મકાન બનાવવામાં આવશે તો તે સ્થિતીમાં સરકાર સહાય રકમ આપી શકે છે.
આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયની આ પોલીસી હેઠળ પ્રાઇવેટ જમીન પર મકાન બને છે તો તેને ખરીદી લેવા માટે લોનના વ્યાજમાં કેન્દ્ર સરકાર મહત્તમ અડી લાખ રૂપિયા આપવા સુધીની છુટ આપી શકે છે. અલબત્ત કોઇ આ મકાનને ખરીદી લેવા માટે બેંક પાસેથી લોન લેતા નથી તો પણ સરકાર તેને દોઢ લાખ રૂપિયાની સહાયતા આપનાર છે. આ રકમ પણ સરકાર તરફથી જ આપવામાં આવનાર છે. હાઉસિંગ મંત્રાલયના સુત્રોએ કહ્યુ છે કે કેન્દ્ર સરકાર આ પોલીસી એટલા માટે લઇને આવી રહી છે કે મોટા ભાગના બિલ્ડરો મોંઘા અને લગ્ઝરી મકાનનુ જ નિર્માણ કરી રહ્યા છે. જ્યારે હાલમાં એવા મકાનની જરૂર છે જે સસ્તા અને વાજબી કિંમતે મળી શકે છે. તાજેતરના સમયમાં રિયલ એસ્ટેટ માર્કેટની ખુબ જ કફોડી હાલત છે. કારણ કે લોકો મકાન ખરીદવા આગળ આવી રહ્યા નથી. ઊંચા વ્યાજદર અને અન્ય કારણોસર મંદીના કારણે તેના ઉપર માઠી અસર થઇ છે. આવી સ્થિતિમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. લોન નહીં લેનાર લોકોને પણ આવાસની સુવિધા મળી શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદી સરકાર રિયલ એસ્ટેટ સેક્ટરમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ સ્કીમને મહત્વ આપવા વિચારી રહી છે.

Related posts

અભદ્ર ટિપ્પણી બદલ મહિલા આયોગ નરેશ અગ્રવાલ સામે કાર્યવાહી કરે : અખિલેશ યાદવ

aapnugujarat

मांझी का बड़ा आरोप – तेजस्वी ने टूट की कगार पर पहुंचा दिया महागठबंधन

aapnugujarat

હિમાચલમાં ઉંડી ખીણમાં બસ ખાબકતા ૩૦ના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1