Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचार

ફ્લોરિડામાં વાવાઝોડાની એન્ટ્રી : ભારે નુકસાન

શક્તિશાળી ઇરમા વાવાઝોડું સંપૂર્ણ તાકાત સાથે ફ્લોરિડામાં ત્રાટકતા લાખો લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. તીવ્ર પવન અને વરસાદની સાથે વાવાઝોડુ ત્રાટક્યા બાદ ૪૦ લાખ લોકોના ઘરમાં વિજળી ડુલ થઇ ગઇ છે. બીજી બાજુ રાહત કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જ્યોર્જિયા, ફ્લોરિડા, અન્ય ઘણા વિસ્તારોમાં પ્રચંડ પવન સાથે વરસાદ થતાં જનજીવન ખોરવાયું હતું. મળેલી માહિતી મુજબ ઇરમા હવે પૂર્વીય ફ્લોરિડાને પાર કરશે અને મોડેથી પૂર્વીય અલાબામાં આગળ વધશે. ઉત્તર પૂર્વીય ફ્લોરિડા, જ્યોર્જિયા દક્ષિણ પૂર્વીય ભાગો, દક્ષિણ કોરોલીનામાં ભારે પવન સાથે વરસાદ થયો છે. ૧૦થી વધુના મોત થઇ ચુક્યા છે. નુકસાનનો આંકડો મોડેથી જાણવા મળી શકે છે. સાવચેતીના તમામ પગલા લેવાયા છે. ફ્લોરિડામાં ૧૦થી ૨૦ ઇંચ વરસાદ પડી શકે છે. મિયામીમાં અનેક શેરીઓ પાણીમાં ગરકાવ છે. મિયામીમાં ત્રણ ક્રેન તુટી પડી છે. ફ્લોરિડા ઉપરાંત મિયામી, પામ બીચ ખાતે પણ ભારે નુકસાન થયુ છે. આ તમામ વિસ્તારોમાં વીજળી ડુલ છે. અતિ ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. કેટેગરી ચારના તોફાનના કારણે પ્રચંડ પવન ફુંકાયો હતો. નેશનલ સેન્ટરે માહિતી આપતા કહ્યું હતું કે, ૧૩૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. વાવાઝોડાના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ફ્લોરિડાના પશ્ચિમી દરિયાકાંઠા ઉપર સૌથી માઠી અસર થઇ હતી. દરિયાઈ સપાટીથી ૧૦થી ૧૫ ફૂટ સુધી ઉંચા મોજા ઉછવ્યા છે. પરિસ્થિતી ઉપર પહેલાથી જ હાલમાં નજર રાખવામાં આવી રહી હતી. પ્રચંડ વાવાઝોડાના કારણે ઘણી જગ્યાએ મકાનોના અંદરના રુમના દરવાજા પણ હચમચી ઉઠ્યા હતા. સમગ્ર ફ્લોરિડા વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત થયું છે. નુકસાનની દહેશત પણ પ્રવર્તી રહી છે. મિયામી સહિતના વિસ્તારોમાં અંધારપટની સ્થિતિ છવાઈ ગઈ છે. મિયામી ડેડ વિસ્તારમાં ૬૫૦૦૦૦ કસ્ટમરોના આવાસમાં વિજળી ડુલ થઇ ગઇ છે. કન્સ્ટ્રક્શન ક્રેન પણ તુટી પડ્યા છે. હજારો લોકો અંધારપટ હેઠળ છે. મિયામીના અર્થતંત્રને પણ ભારે નુકસાન થયું છે. ફ્લોરિડામાં વાવાઝોડાને લઇને પહેલાથી જ તંત્ર સાવધાન હતું.
પાંચમી કેટેગરીના ઇરમા વાવાઝોડાને લઇને ૫૦ લાખ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. ભારે તબાહીના અહેવાલ મળ્યા છે. જો કે, હજુ સુધી પાકી માહિતી મળી શકી નથી. અલાબામાથી ઉત્તર કેરોલિના સુધી દરેક જગ્યાએ સાવચેતી રાખવામાં આવી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સંપૂર્ણપણે સાવધાન થયેલા છે. કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે હજારો કર્મચારીઓને તૈનાત કર્યા હતા.

Related posts

दुनिया में कोरोना का आंकड़ा 3.09 करोड़ के पार

editor

મોસ્કો નજીક વિમાન દુર્ઘટના થઇ : ૭૧ પ્રવાસીઓનાં મોત

aapnugujarat

Japan PM Abe’s visit to Iran in effort to reduce tensions between Tehran and Washington

aapnugujarat

Leave a Comment

UA-96247877-1