Aapnu Gujarat
गुजरात

અમદાવાદનો ઈતિહાસ હવે મોબાઈલ એપ ઉપર

અમદાવાદ શહેરના ૬૦૦થી પણ વધુ વર્ષના ઈતિહાસને હવે મોબાઈલ એપ્સ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજયના ટુરીઝમ વિભાગે સંયુકત રીતે આ એપ્સ તૈયાર કરી તેને એનરોઈડ,આઈફોન માટે ઉપલબ્ધ કરાવી છે.
આ અંગે મળતી માહીતી અનુસાર,ગુજરાત ગૌરવદિનની ઉજવણીના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજયના ટુરીઝમ કોર્પોરેશન દ્વારા અમદાવાદના ઐતિહાસિક મુલ્યોને ઉજાગર કરતી આ મોબાઈલ એપ તૈયાર કરી છે.૧૪૧૧ના વર્ષમાં ૨૬મી ફેબ્રૂઆરીના દિવસે અહેમદશાહ બાદશાહ દ્વારા આજના અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી.જે પછી બદલાયેલા સમયની સાથે જ્યારે ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં યુનેસ્કોની ટીમે પણ અમદાવાદ શહેરની મુલાકાત લઈને અમદાવાદ શહેરને વિશ્વકક્ષાના હેરીટેજ શહેર તરીકે જાહેર કરી શકાય કે કેમ તે અંગે શહેરના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી.તેવા સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજયના ટુરીઝમ વિભાગે શહેરના ૬૦૦થી પણ વધુ વર્ષના ગૌરવવંતા ઈતિહાસને હવે એપ્સ દ્વારા લોકો સમક્ષ મુકી દીધો છે.અમદાવાદ હેરીટેજ સીટી ગાઈડ નામની એપ્સ પર હવે અમદાવાદ શહેરનો ઈતિહાસ જાવા મળશે.

Related posts

મુંદ્રાબંદરેથી ૪૪ કિલો સોનુ દાણચોરીથી ઘૂસાડાયું

aapnugujarat

વિરમગામ સીઆઇએસએફ જવાનો દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન સફાઇ કરવામાં આવી

aapnugujarat

ગુજરાતને ગ્રીન ગુજરાત બનાવવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1