Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

માલેગાંવ બ્લાસ્ટ : સાધ્વી પ્રજ્ઞાને જામીન મળ્યા

મુંબઇ હાઇકોર્ટે વર્ષ ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસના મામલામાં આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકોરને આખરે જામીન આજે આપી દીધા હતા. સાધ્વીને શરતી જામીન આપવામાં આવ્યા છે. તેમને પાસપોર્ટ જમા કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યા છે. આ કેસમાં અન્ય મુખ્ય આરોપી લેફ્ટી. કર્નલ પ્રસાદ પુરોહિતને જામીન આપવામાં આવ્યા નથી. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને પાંચ લાખ રૂપિયાની બાંહેધરીના આધાર ઉપર જામીન આપવામાં આવ્યા હતા. માર્ચ મહિનામાં હાઈકોર્ટે પુરોહિત દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી ઉપર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા તપાસ કરવામાં આવેલા આતંકવાદના કેસોમાં સુનાવણી કરનાર ખાસ અદાલતે તેમની જામીન અરજી ફગાવી દીધા બાદ આ બંનેએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ વર્ષે એનઆઈએ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું હતું કે, પુરોહિતે વર્ષ ૨૦૦૬માં સંગઠનની રચના કરીને સર્વિસ નિયમોનો ભંગ કર્યો હતો. આર્મી જવાન હોવા છતાં નિયમોનો ભંગ કરાયો હતો. તપાસ સંસ્થાએ એમ પણ કહ્યું હતું કે, પુરોહિત અને અન્ય આરોપીઓએ સંગઠન માટે મોટાપાયે નાણા એકત્રિત કર્યા હતા. એનઆઇએની એક ખાસ અદાલત દ્વારા સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિતની જામીન અરજી નામંજુર કરી દીધી હતી. એનઆઇએની ખાસ અદાલતના ચુકાદા બાદ સાધ્વી અને કર્નલ પુરોહિત દ્વારા મુંબઇ હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. હાઇકોર્ટ દ્વારા પુરોહિત દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. અત્રે નોંધનીય છે કે સપ્ટેમ્બર ૨૦૦૮માં ઉત્તરીય મહારાષ્ટ્રના મુÂસ્લમ બહુમતિવાળા વિસ્તાર માલેગાંવમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં સાત લોકોના મોત થયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા હતા.મુંબઇથી આશરે ૨૭૦ કિલોમીટરના અંતરે માલેગાવમાં મોટર સાયકલ પર બે બોંબ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. એ વર્ષે જ સાધ્વી પ્રજ્ઞાની ધરપકડ કરી લેવામાં આવી હતી. નવેમ્બરમાં પુરોહિતની ધરપકડ કરવામાં આવી હતી. વિસ્ફોટ મામલે આરડીએક્સ આપવા અને કાવતરા ઘડવાના મામલે પુરોહિતને નવેમ્બર ૨૦૦૮મા પકડી લેવામાં આવ્યા હતા. રાજ્ય એટીએસે આ મામલામાં ૧૨ લોકોની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. અગાઉ જામીન અરજી દાખલ કરતી વેળા પુરોહિતે દાવો કર્યોહતો કે કેટલીક બાબતો તરફ ધ્યાન આપવામાં આવ્યુ ન હતુ.
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અભિનવ ભારત ટ્રસ્ટ દ્વારા હખિયારો મેળવી લેવામાં આવ્યા હતા. આ વર્ષે એનઆઇએ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટમા ગંભીરપ્રકારના આરોપો કરવામાં આવ્યા બાદ આને લઇને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા રહી હતી.

Related posts

दुनिया में कोविड-19 के मामले 9.86 करोड़ के पार

editor

સ્ટિફન હોકિંગનું નિધન : વિજ્ઞાન જગતમાં આઘાતનું મોજુ

aapnugujarat

ફેડરલ ફ્રન્ટ કોંગ્રેસને ડ્રાઇવર સીટ કોઇ કિંમતે નહીં આપે : ચંદ્રશેખર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1