Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचार

શાહિદ અબ્બાસી પાકિસ્તાનના ૧૮માં વડાપ્રધાન તરીકે નિયુક્ત

શાસક પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના ઉમેદવાર શાહિદ ખાકન અબ્બાસી પાકિસ્તાનના નવા, ૧૮મા વડાપ્રધાન તરીકે આજે ચૂંટાઈ આવ્યા છે.
રાષ્ટ્રીય ધારાસભામાં નવા વડાપ્રધાનની ચૂંટણી માટે કરાયેલા મતદાનમાં અબ્બાસીને ૨૨૧ મત મળ્યા હતા.
અબ્બાસીના હરીફ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ઉમેદવાર નવીદ કમરને ૪૭ વોટ મળ્યા હતા જ્યારે પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફના શેખ રાશીદ એહમદને ૩૩ અને જમાત-એ-ઈસ્લામીના સાહિબઝાદા તારીકુલ્લાને ચાર વોટ મળ્યા હતા.
અબ્બાસીની જીતની જાહેરાત રાષ્ટ્રીય ધારાસભાના સ્પીકર ઐયાઝ સાદિકે કરી હતી અને અબ્બાસીને વડાપ્રધાન પદ ગ્રહણ કરી ગૃહને સંબોધિત કરવા કહ્યું હતું.અબ્બાસી નવાઝ શરીફના અનુગામી બન્યા છે.
નવાઝ શરીફને પનામા પેપર્સ કૌભાંડમાં ભ્રષ્ટાચારના આરોપોના મામલે સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે ગેરલાયક જાહેર કર્યા હતા અને એ ચુકાદાને પગલે શરીફને રાજીનામું આપવાની ફરજ પડી હતી.
પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન) પક્ષે શરીફના અનુગામી તરીકે શરીફના ભાઈ શાહબાઝ શરીફને પસંદ કરી લીધા છે, પણ એમને રાષ્ટ્રીય ધારાસભાના સભ્ય બનતાં ૪૫ દિવસ લાગશે ત્યાં સુધી અબ્બાસી રખેવાળ વડાપ્રધાન તરીકે શાસન કરશે.

Related posts

નાસા પ્રથમ અવાજરહિત સુપર સોનિક પ્રવાસી વિમાન બનાવશે

aapnugujarat

ईरान : कमांडर सलामी ने यूक्रेन विमान हादसे को लेकर माफी मांगी

aapnugujarat

लंदनः ग्रेनफेल अग्निकांड में मृतकों की संख्या १२ पहुंची

aapnugujarat

Leave a Comment

UA-96247877-1