Aapnu Gujarat
गुजरात

ગુજરાતમાં સૌ પ્રથમ વખત મલ્ટિમીડિયા ભાગવત કથા

ભાગવત વિદ્યાપીઠ ખાતે ગુજરાતમાં સૌપ્રથમવાર મલ્ટીમીડિયાના માધ્યમથી તા.૧૪-૯-૨૦૧૭થી તા.૨૦-૯-૨૦૧૭ દરમ્યાન પૂત.શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજી(મુંબઇ) દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહામનોરથ અંતર્ગત તા.૧૪-૯-૨૦૧૭ના રોજ બપોરે ત્રણ વાગ્યે પૂ.પૂ.શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી(પૂ.દાદાજી) સંપાદિત શ્રીમદ્‌ ભાગવતના ૧૧મા સ્કંધનું અનાવરણ જસ્ટિસ ડો.જે.એ.ભટ્ટ(નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ), ડો.પંકજભાઇ એલ.જાની(કુલપતિ, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી), અંકિત ત્રિવેદી(સાહિત્યકાર-કવિ) અને ડો.શૈલેષભાઇ ઠાકર(ગ્લોબલ લીડરશીપ ગુરૂ)ના હસ્તે કરવામાં આવશે. પ.પૂ.શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી જન્મશતાબ્દી વર્ષ સમાપન મનોરથ નિમિતે આ મલ્ટીમીડિયા(ડીઝીટલ) કથાનું આયોજન વિશેષ કરીને સોલા ભાગવતમાં અભ્યાસ કરતાં ઋષિકુમારોને ભવિષ્યમાં અતિઉપયોગી નીવડે તે હેતુથી કરવામાં આવ્યું છે. સાત દિવસના આ મહામનોરથમાં અનેક સંતો-મહંતો, પંડિતો, પ્રાચ્ય ઋષિકુમારો સહિતના મહાનુભાવોનો નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમ્યાન પ્રતિદિન સાંજે ૪-૦૦થી ૭-૦૦ દરમ્યાન ભાગતવ વિદ્યાપીઠ, સોલા ખાતે ઉજવણી કરવામાં આવશે.

Related posts

ઠકકરબાપાનગર વોર્ડમાં ગેરકાયદે બાંધકામો દુર

aapnugujarat

વિરમગામને જિલ્લાનો દરજ્જો આપવા વેપારીઓ- જાગૃત નાગરિકોની પ્રબળ માંગ , રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

aapnugujarat

સ્માર્ટસિટી અમદાવાદ પ્રોજેકટ : અનેક અધિકારીઓને વધારાની જવાબદારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1