Aapnu Gujarat
खेल-कूद

ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી અઝારેન્કા પણ નીકળી ગઈ

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ શરૂ થાય તે પહેલા જ ટેનિસ ચાહકોને એક પછી એક આઘાત લાગી રહ્યો છે. મળેલી માહિતી મુજબ હવે બે વખતની મહિલા ચેમ્પિયન વિક્ટોરિયા અઝારેન્કા પણ ખસી ગઈ છે. ઇજાના પરિણામ સ્વરુપે તે આ ચેમ્પિયનશીપમાંથી ખસી ગઈ છે. વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશીપ શરૂ થાય તે પહેલા જ અઝારેન્કાએ અંગેની જાહેરાત કરી છે. વર્તમાન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ પહેલાથી જ સ્પર્ધામાંથી ખસી ગઈ છે તેનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર રમવા માટે હજુ સુધી તે સંપૂર્ણપણે ફિટનેસ મેળવી શકી નથી. આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં એન્ડી મરે પણ ભાગ લે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. એન્ડી મરેએ હાલમાં જ સર્જરી કરાવી છે. તેનું ધ્યાન વિમ્બલ્ડન ઉપર કેન્દ્રિત થઇ ગયું છે. આનો મતલબ એ થયો કે તે પણ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમનાર નથી. પહેલાથી જ તે પણ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી ખસી જવાની જાહેરાત કરી ચુક્યો છે. ત્રણ ટોપ સ્ટાર ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી ખસી ગયા બાદ આયોજકોને મોટો ફટકો પડ્યો છે. ટુર્નામેન્ટના ડિરેક્ટર ક્રેગ ટિલેને ટાંકીને આયોજકોએ ટિ્‌વટર પર કહ્યું છે કે, આ વખતે ઓસ્ટ્રેલિયન ઓપનમાં એક ફેવરિટ સ્ટાર અઝારેન્કા રમી રહી નથી. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૩ એમ સતત બે વર્ષે વિક્ટોરિયા અઝારેન્કા ચેમ્પિયન બની હતી પરંતુ આ વર્ષે તે રમનાર નથી. અઝારેન્કા હાલમાં તેના પુત્ર લિયોને આવરી લેતા વિવાદને લઇને વ્યસ્ત છે. ૧૯મી ડિસેમ્બરના દિવસે તેનો જન્મ થયા બાદ કસ્ટડીને લઇને વિવાદ છે.

Related posts

India defeated South Africa by 7 wickets

aapnugujarat

दादा के रहते BCCI में होगा सुधार : लक्ष्मण

aapnugujarat

કિદામ્બી શ્રીકાંત રેન્કિંગમાં બીજા સ્થાન ઉપર પહોંચ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1