Aapnu Gujarat
मनोरंजन

રજનીકાંત-અક્ષયની ફિલ્મને લઇ ઈંતેજાર

અક્ષય કુમારની મોટી ફિલ્મ ટુ હવે વર્ષ ૨૦૧૮માં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મને હવે એપ્રિલ ૨૦૧૮ના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં રજનિકાંત મુખ્ય સ્ટાર તરીક છે. ફિલ્મમાં અભિનેત્રી તરીકે એમી જેક્સન છે. દિવાળી પર અક્ષય કુમારની મોટી ફિલ્મ રજૂ કરવાની યોજના હતી જેમાં રજનીકાંત મુખ્ય અભિનેતા તરીકે છે. ટુ નામની આ ફિલ્મમાં તે વિલન તરીકે રજૂ થનાર છે. જોકે આ ફિલ્મ હવે નવા વર્ષે એપ્રિલમાં રજૂ કરવામાં આવનાર છે. દિવાળી પર ફિલ્મને રજૂ કરવાની યોજના ટાળી દેવામાં આવી છે. તમામ ફિલ્મોમાં તેની જુદી જુદી ભૂમિકા રહેશે. આ વર્ષે અક્ષય કુમારની સૌથી પહેલા જોલી એલએલબી-૨ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જેમાં તેની સાથે હુમા કુરેશીની મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકા હતી.ફેબ્રુઆરી મહિનામાં રજૂ થયેલી આ ફિલ્મ એક કોર્ટ ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. જેમાં કોમેડી પણ ભરપુર રીતે જોવા મળી હતી. આ ફિલ્મનુ શુટિંગ મોટા ભાગે લખનૌમાં કરવામાં આવ્યુ હતુ. અભિનેત્રી હુમા કુરેશીને એક મોટી ફિલ્મ હાથ લાગી ગઇ હતી. અક્ષય હાલના સમયમાં સૌથી વ્યસ્ત રહેનાર અભિનેતા પૈકી એક છે. તેની ટોઇલેટ પ્રેમકથા ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ સફળતા હાંસલ કરવામાં સફળ રહી હતી જેથી તે હવે ખુશખુશાળ છે. સ્ટાર અક્ષય કુમાર પૈડમેનમાં પણ કામ કરી રહ્યો છે

Related posts

ટાઇગર હોલિવુડ ફિલ્મ કરવા માટે તૈયાર : રિપોર્ટ

aapnugujarat

टीवी पर डेब्यू करेंगे श्रेयस तलपडे

aapnugujarat

દિપિકા અને ઇરફાન ફરી એકસાથે દેખાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1