Aapnu Gujarat
खेल-कूद

પાક. ખેલાડીઓના વિઝા રદ કરતાં આઈઓસીએ ભારતમાં ગ્લોબલ ઇવેન્ટ યોજવા પર પ્રતિબંધ મુક્યો

જમ્મુ કાશ્મીના પુલવામામાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ રમતના મેદાન સુધી પહોંચી ગયો છે. આજથી દિલ્હીમાં શર થયેલા શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનના શૂટર્સને ભાગ લેવા માટે વિઝા આપવાનો ઇનકાર કરી દેતાં ખળભળાટ મચી ગયો છે.
પાકિસ્તાની શૂટર્સના વિઝા કેન્સલ થવાના લીધે પાકિસ્તાનના શૂટર્સે ઇન્ટરનેશલ ઑલિમ્પિક કમિટીમાં રજૂઆત કરી હતી. શૂટર્સને વિઝા ન આપવાના ભારતના નિર્ણયને વખોડતા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ભારતમાં ઑલિમ્પિકના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે. હવે ભારતમાં ગ્લોબલ સ્પોટ્‌ર્સના કોઈ પણ આયોજન યોજી નહીં શકાય.
ઇન્ટરનેશનલ ઑલિમ્પિક સમિતિએ જણાવ્યું, ભારત સરકાર અને ઓલિમ્પિક સમિતિ યોગ્ય સમયે ખેલાડીઓને સ્પર્ધા સુધી પહોંચાડી શકી નહીં, તેના પગલે આઈઓસીએ એવો નિર્ણય લીધો છે કે ભારતમાં ભવિષ્યમાં યોજાનારી તમામ ગ્લોબલ ઇવેન્ટ્‌સને સસ્પેન્ડ કરવામાં આવે છે. હવે ભારતમાં કોઈ પણ ઇન્ટરનેશનલ ઇવેન્ટ કરવાની પરવાનગી નહીં મળે. આ પ્રતિબંધ ત્યા સુધી રહેશે જ્યાં સુધી ભારત સરકાર ભવિષ્યમાં આવું નહીં થવાની લેખિતમાં બાહેધરી નહીં આપે ત્યા સુધી આ પ્રતિબંધ રહેશે.આઈઓસીએ અન્ય સ્પોટ્‌ર્સ ફેડરેશન સમક્ષ પણ માંગણી કરી છે કે ભારત પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ સાથે પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાની શૂટર્સના વિઝા રદ્દ કર્યા ત્યાર બાદ કમિટીએ ભારતને ઓલિમ્પિકનો ક્વોટા પણ પરત લઈ લીધો છે. ઉલ્લેખનીય છે કે આ સમાચાર ભારત માટે મોટો ઝટકો છે, ભારતીય ઓલિમ્પિક સંઘે ૨૦૨૬ યૂથ ઑલિમ્પિક્સ, ૨૦૩૦ એશિયન ગેમ્સ અને ૨૦૩૨ ઑલિમ્પિક્સને ભારતમાં યોજવાની તૈયારી કરી હતી.

Related posts

કોલકત્તા અને મુંબઇની વચ્ચે આજે ખરાખરીનો જંગ રહેશે

aapnugujarat

अर्जेंटीना ने निकारागुआ को 5-1 से हराया, मेस्सी के 2 गोल

aapnugujarat

આજે પંજાબ અને મુંબઈ વચ્ચે રોમાંચક મેચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1