Aapnu Gujarat
राष्ट्रीय

દેશનાં ૮૫ ટકા રાજ્યોની ફાંસી માટે હા, માત્ર બેની ના

દેશના ૮૫ ટકા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ફાંસીની સજા યથાવત રાખવાની તરફેણ કરી છે. માત્ર બે રાજ્યો કર્ણાટક અને ત્રિપુરાએ તેનો અંત લાવવાની હિમાયત કરી છે.
કેન્દ્રના ગૃહ મંત્રાલયે બધા જ રાજ્યોને પત્ર લખી ફાંસીની સજાનો અંત લાવવા મુદ્દે અભિપ્રાય માંગ્યો હતો. આ અંગે અત્યાર સુધી ફક્ત ૧૪ રાજ્યોએ જ જવાબ પાઠવ્યો છે. આ પૈકી ૧૨ રાજ્યોએ ફાંસીની સજા જાળવી રાખવાની હિમાયત કરી છે. જ્યારે કર્ણાટક અને ત્રિપુરાએ જ તેનો અંત લાવવા રજૂઆત કરી છે. ન્યાયમૂર્તિ એ.પી. શાહના વડપણ હેઠળના કાયદા પંચે ૨૦૧૫માં સુપરત કરેલા અહેવાલમાં આતંકવાદ સિવાયના બધા જ કેસમાં ફાંસીની સજાનો અંત લાવવાની ભલામણ કરી હતી.ફાંસીની સજા જાળવી રાખવાની તરફેણ કરનારા રાજ્યોમાં ગુજરાત, મઘ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, ઝાંરખંડ, તમિલનાડુ અને દિલ્હીનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યોએ હજુ સુધી કોઈ જ અભિપ્રાય પાઠવ્યો નથી.
કાયદા પંચના અહેવાલમાં ઉમેરવામાં આવ્યું હતું કે ફાંસીની સજા આપનારા કેટલાક ગણ્યાગાંઠ્યા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આ દેશો છે, ઈરાન, ઈરાક, સાઉદી અરબ. ૨૦૧૪ના અંત સુધીમાં ૯૮ દેશોએ ફાંસીની સજા રદ કરી હતી.

Related posts

श्रीलंका दौराः बुद्ध के जरिए ड्रैगन को काबू करेंगे पीएम

aapnugujarat

बिहार विधानसभा चुनाव की हुई घोषणा

editor

गुजरात पर बोझ है जेटली लोग इस्तीफा मांगे : सिन्हा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1