Aapnu Gujarat
गुजरात

વિરમગામ શહેરમાં સિઘ્ઘનાથ મહાદેવના મેદાનમાં ભાતીગળ લોકમેળાની પરમિશન ન આપવા લેખિત રજુઆત કરાઇ

વિરમગામ શહેરમાં સિઘ્ઘનાથ મહાદેવ મંદિરના મેદાનમાં શ્રાવણ માસમાં યોજાતા ભાતીગળ લોકમેળાની પરમિશન ન આપવા વિરમગામ ન.પા.ના પૂર્વ કાઉન્સિલ બળવંત ઠાકોરે વિરમગામ પોલીસ અઘિક્ષક, વિરમગામ મામલતદાર પ્રાંત અઘિકારી, સહિત રાજ્યના મુખ્યમંત્રહને લેખિતમાં રજુઆત કરી છે. આ લેખિત રજુઆખમાં જણાવ્યું છેક થોડાં દિવસો પછી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિરમગામ શહેરમાં સિઘ્ઘનાથ મહાદેવ મંદિરના મેદાનમાં લોક મેળાનું આયોજન કરવામાં આવે છે જે લોક મેળાની છેલ્લાં ત્રણ વર્ષથી વિરમગામ મામલતદાર કચેરીઓના અઘિકારીઓએ મંજૂરી આપેલ નથી જેમાં આ વર્ષે પણ આ લોક મેળાની તંત્ર દ્વારા મંજૂરી ન આપવામાં આવે કારણકે મંદિરની બાજુમાં શાળા- કોલેજ, ગાંઘી હોસ્પિટલ, ઓર્થોપેડિક હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, આજુબાજુના સોસાયટી વિસ્તાર આવેલ છે ત્યારે આજુબાજુના વિસ્તારમાં રહીશો અને કોઈ દર્દીઓ, હોસ્પિટલ ,રાહદાર-વાહનચાલકોને ખૂબ તકલીફ પડે છે અને છેલ્લાં ત્રણ વર્ષથી આ જગ્યાએ મેળો ભરાતો પણ ન હતો અને કોઇ રાજકીય ઇશારેના લીઘે કેમ મંજૂરી આપવામાં આવે છે તેમજ તાજેતરમાં સૌરાષ્ટ્રમાં જે બે ત્રણ બનાવો બનેલા છે વાયા વિરમગામ સૌરાષ્ટ્ર નું નાકુ હોઇ કોઇ અનિચ્છનીય બનાવ બનાવાની શક્યતા સર્જાય છે. તેમજ આ વર્ષે વરસાદ અને ભયંકર રોગચાળા ઘ્યાનમાં રાખીને આ મેળાની મંજૂરી ન આપવામાં આવે. આ બાબતે માંગણી સંતોષવામાં નહીં આવે તો નાછુટકે ૧૫ ઓગસ્ટે ના દિવસે ઘ્વજવંદનનો કાર્યક્રમ પછી આત્મવિલોપન કરવાની ફરજ પડશે એવું આ આવેદનમાં વિરમગામ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલ બળવંત ઠાકોરે જણાવ્યું છે અને વિરમગામ પ્રાંત અઘિકારી,મામલતદાર અને મુખ્યમંત્રીને ફેક્સ દ્વારા લેખિતમાં રજુઆત કરાઇ છે.
રિપોર્ટર :- અમિત હળવદીયા (વિરમગામ)

Related posts

अहमदाबाद में ही ३० हजार पेड़ों की कटाई

aapnugujarat

AMC की 192 सीटों पर कल होगा मतदान

editor

Youth of gandhinagar serves food at the door step of the needy

editor

Leave a Comment

UA-96247877-1