Aapnu Gujarat
खेल-कूद

રાઇઝિંગ પુણે વિજય કુચને જાળવવા માટે તૈયાર

આજે રાઇઝિંગ પુણે અને કોલકત્તા વચ્ચે જારદાર ટક્કર થનાર છે. રાઇઝિંગ પુણેની ટીમ હાલમાં સતત સારો દેખાવ કરી રહી છે. તે પોઇન્ટ ટેબલમાં હાલમાં ચોથા સ્થાને છે. સ્ટીવ સ્મીથના નેતૃત્વમાં આ ટીમે હજુ સુધી સાત મેચો રમી છે જે પૈકી ચારમાં જીત મેળવી છે અને ત્રણમાં હાર થઇ છે. તેના આઠ પોઇન્ટ છે. બીજી બાજુ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ હાલમાં સાત મેચોમાં પાંચમાં જીત સાથે બીજા સ્થાને છે. તેના ૧૦ પોઇન્ટ છે. આઇપીએલ-૧૦ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આઇપીએલ-૧૦માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જાવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ક્વાલિફાયર-૧ મેચ કમાનાર છે. જ્યારે બેંગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બન્ને ઇલિમિનેટર મેચો અને ક્વાલિફાયર-૨ મેચ રમાનાર છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. મેચને લઇને ભારે રોમાંચ છે. મેચને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કરોડો ક્રિકેટ ચાહકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સુક છે. આઈપીએલની શરૂઆત થયા બાદથી ક્રિકેટ ચાહકો હવે આઠ વાગ્યાથી ટીવી ઉપર ગોઠવાઈ જાય છે. છેલ્લા કેટલાક દિવસથી હાઇ પ્રોફાઇલ મેચોનો દોર ચાલી રહ્યા છે. પાંચમી એપ્રિલના દિવસે આઇપીએલની શરૂઆત કરવામાં આવી હતી. આવતીકાલે રામાનારી મેચમાં રાત્રે આઠ વાગ્યાથી બેંગલોરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. પુણેમાં ઘરઆંગણે શાનદાર વાપસી કરવા માટે પુણે તૈયાર છે.

Related posts

ન્યૂઝીલેન્ડમાં શ્રેણી જીતવા ભારતીય ટીમ તૈયાર

aapnugujarat

BCCI का दबाव…? टी20 वर्ल्ड कप तक नहीं दिखेंगे माही

aapnugujarat

टी-20 क्रिकेट अफगानिस्तान की ताकत है : कोच क्लूजनर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1