Aapnu Gujarat
गुजरात

અંધાપાકાંડ : હસ્તક્ષેપ કરવાનો ગુજરાત હાઈકોર્ટે ઇન્કાર કર્યો

જાન્યુઆરી-૨૦૧૬ દરમ્યાન શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી આંખની નગરી હોÂસ્પટલમાં સર્જાયેલા અંધાપકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટ અરજી આજે હાઇકોર્ટે ફગાવી દીધી હતી. નગરી હોÂસ્પટલમાં આ કાંડ વખતે ૧૫ વ્યકિતઓની આંખોની દ્રષ્ટિ જતી રહી હતી અને તેથી આ સમગ્ર પ્રકરણમાં કસૂરવાર તબીબો સહિતના લોકો સામે કાર્યવાહી કરવા અને ભોગ બનનારોને વળતર અપાવવા પીઆઇએલમાં દાદ માંગવામાં આવી હતી. જા કે, હાઇકોર્ટે આ કેસમાં કોઇપણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાનો સાફ ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટે તંત્ર દ્વારા આ પ્રકરણમાં જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થઇ રહી હોવાની નોંધ સાથે પીઆઇએલનો નિકાલ કર્યો હતો. જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબના આક્ષેપો કરાયા હતા કે, જાન્યુઆરી-૨૦૧૬ દરમ્યાન નગરી હોÂસ્પટલમાં આંખોના ઓપરેશન દરમ્યાન ૧૫ જેટલી વ્યકિતઓએ આંખોની દ્રષ્ટિ ગુમાવી હતી. હોÂસ્પટલના તબીબો અને જવાબદાર લોકોની બેદરકારી અને નિષ્કાળજીના કારણે નિર્દોષ લોકોને દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સંજાગોમાં હાઇકોર્ટે કસૂરવાર ડોકટરો સહિતના જવાબદાર લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહીનો અને આ પ્રકરણમાં પીડિત વ્યકિતઓને વળતર અપાવતો હુકમ કરવો જાઇએ. દરમ્યાન રાજય સરકાર તરફથી જાહેરહિતની રિટનો વિરોધ કરતાં જણાવાયું હતું કે, અંધાપકાંડમાં જે તે વખતે અસર પામેલી વ્યકિતઓને ઓપરેશન બાદની હોÂસ્પટલ સત્તાવાળાઓ દ્વારા પૂરતી અને અસરકારક સારવાર આપવામાં આવી હતી અને હવે હાલની તારીખે તમામ વ્યકિતઓનું આંખોનું વીઝન હવે નોર્મલ છે, તેથી આ પીઆઇએલ હવે નિરર્થક બની જાય છે. વળી, આ પ્રકરણને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા કસૂરવાર તબીબો સામે કાર્યવાહી કરાઇ છે તેથી કોઇ ઢાંકપિછોડો કરવામાં આવ્યો નથી. કેસના સંજાગો જાતાં હાલની પીઆઇએલ ટકતી નથી, તેથી હાઇકોર્ટે તેનો નિકાલ કરવો જાઇએ. સરકારપક્ષની આ દલીલો હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

Related posts

कॉर्पोरेशन द्वारा टैक्स फ्री बॉन्ड जारी करने के लिए काम शुरू किया गया

aapnugujarat

तक्षशिला में मारे गये मासूमों की अस्थि यात्रा में लोग पहुंचे

aapnugujarat

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા રાજ્યકક્ષા સેમિનાર શિહોરી ખાતે યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1