Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचार

ગુજરાતના ૫૨ લોકો ગેરકાયદે અમેરિકા અને કેનેડા પહોંચ્યાં : હેવાલ

મુંબઈ એરપોર્ટ ઉપર લોકોની હેરાફેરીના રેકેટના મામલામાં તપાસ કરનાર સહાર પોલીસ ધડાકો કર્યો છે કે, ગુજરાતમાંથી ૫૨ લોકો કેનેડા અને અમેરિકા પહોંચી ગયા છે. બનાવટી અને બોગસ પાસપોર્ટના આધાર પર જાન્યુઆરી ૨૦૧૬ બાદથી ગુજરાતના ૫૨ લોકો અમેરિકા અને કેનેડા પોહંચી ચુક્યા છે. તેમના પૈકી માત્ર એકની ધરપકડ કરી શકાય છે જેને કેેનેડાથી સ્વદેશ નિકાલ કરવામાં આવ્યો છે જ્યારે અન્યો આ બંને દેશોમાં લાંબા સમયથી ગેરકાયદેરીતે રહેવામાં સફળ સાબિત થઇ રહ્યા છે. મે મહિનાના બીજા સપ્તાહમાં કેેનેડાથી જે વ્યક્તિને પરત મોકલી દેવામાં આવી છે તેની ઓળક કોમલ ડામગર તરીકે થઇ છે. આ રેકેટના ભાગરુપે આ મહિલા પણ સામેલ હતી. એર ફ્રાંસની ફ્લાઇટ મારફતે તે કેનેડા પહોંચી હતી. પંજાબના ૫૬ વર્ષીય એક વ્યક્તિની સાથે તે કેનેડા પહોંચી હતી. પોતાની પુત્રીના પાસપોર્ટનો ઉપયોગ કરીને તે વ્યક્તિ કેનેડા આ મહિલાને લઇ ગયો હતો. ઇમિગ્રેશન અધિકારીઓએ કેનેડામાં તપાસ કરતા તે સકંજામાં આવી ગઈ હતી અને વ્યાપક પુછપરછ બાદ તેને સ્વદેશ પરત કરવામાં આવી હતી. આ ગાળામાં આ મહિલાએ કબૂલાત કરી હતી કે, તેઓ મનજીતસિંહની પુત્રી નથી. મનજીતસિંહે તેમની પુત્રીના પાસપોર્ટ સાથે ચેડા કર્યા હતા અને બોગસ ફોટા કોમલના પાસપોર્ટ ઉપર મુક્યા હતા. મોડેથી કેનેડા સત્તાવાળાોએ આ મહિલાને પરત મોકલી દીધી હતી જ્યારે મનજીતસિંહ હજુ પણ કસ્ટડીમાં છે. મુંબઈમાં પુછપરછ દરમિયાન મોડેથી કોમલ નામની આ મહિલાએ કહ્યું હતું કે, ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા રેકટ ચલાવવામાં આવે છે. પોલીસે હજુ સુધી ચાર ઇમિગ્રેશન અધિકારીઓ સહિત ૧૩ લોકોની ધરપકડ કરી છે. અન્ય વધુ એક ઇમિગ્રેશન અધિકારી હાલ ચકાસણી હેઠળ છે.
પાંચમાં ઇમિગ્રેશન અધિકારીને પકડી પાડતા પહેલા વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. વધુ લોકોની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. મોડેસ ઓપરેન્ડી ખુબ જ ખતરનાક રહી છે. એજન્ટો જંગી ચાર્જ લેતા હોય છે. બનાવટી પાસપોર્ટ માટે બે લાખ રૂપિયાની આસપાસ લેવામાં આવે છે. એજન્ટો સૌથી પહેલા ક્લાઇન્ટ માટે બનાવટી પાસપોર્ટ બનાવે છે. બે ઇમિગ્રેશન અધિકારીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ ૧૦મી જુનના દિવસે એક રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જ્યારે કોલ ડેટા રેકોર્ડ એકત્રિત કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું છે કે, વધુ બે અધિકારીઓ સમગ્ર મામલામાં સંડોવાયેલા છે. હજુ સુધી કુલ ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. કોમલ નામની મહિલા જે ગુજરાતની છે તેને કેનેડાથી સ્વદેશ પરત મોકલી દેવામાં આવ્યા બાદ આ રેકેટનો પર્દાફાશ થયો હતો. વર્ષ ૨૦૧૬થી અનેક લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે.
તપાસકારો હવે એ બાબતને જાણવાના પ્રયાસ કરી રહ્યા છે કે, પાસપોર્ટને કેટલી વખત ચેડા કરીને ઉપયોગ કરવામાં આવી ચુક્યા છે. પાસપોર્ટના મામલામાં પણ ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવટી પાસપોર્ટ સાથે ક્લાઇન્ટને અધિકારીઓ મંજુરી આપી રહ્યા હતા. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.

Related posts

अमरीका-चीन ट्रेड वार में इंडिया को फायदा, Apple आ सकती है भारत

aapnugujarat

FATF’s claim : Pakistan didn’t take any action against terrorists

aapnugujarat

Hurricane Dorian gains strength, US Prez Trump cancels Poland visit

aapnugujarat

Leave a Comment

UA-96247877-1