Aapnu Gujarat
मनोरंजन

ટાઇગર પાસે મોટા ભાગે એક્શન ફિલ્મો હાથમાં છે

બોલિવુડમાં યુવા સ્ટારોમાં લોકપ્રિય ટાઇગર શ્રોફ હાલમાં પોતાની ડાન્સ આધારિત ફિલ્મ મુન્ના માઇકલને લઇને વ્યસ્ત બનેલો છે પરંતુ તે ટુંક સમયમાં જ એક્શનથી ભરપુર ફિલ્મ બાગી-૨ ફિલ્મમાં પણ કામ કરનાર છે. આની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. ટાઇગર ટુંક સમયમાં જ બાળકો માટે એક માર્શલ આર્ટ અને ડાન્સિંગ સ્કુલ શરૂ કરવાની પણ યોજના ધરાવે છે. ટાઇગર પોતાના ચાહકો માટે કેટલીક યોજના ધરાવે છે. તે ચાહકો માટે શુ કરવા માટે ઇચ્છુક છે તેના અંગે હાલમાં વાત કરી હતી. ટાઇગરે પોતાની પ્રથમ ફિલ્મથી જ એક જોરદાર ડાન્સર, એક્શન હિરો અને સ્ટન્ટમેન તરીકેની ઇમેજ ઉભી કરી છે. તેની હજુ સુધી રજૂ થયેલી મોટા ભાગની ફિલ્મો એક્શન આધારિત રહી છે અથવા તો ડાન્સ આધારિત રહી છે. આના કારણે ચાહકો તરફથી તેને પસંદ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતીમાં ટાઇગરે હવે માર્શલ આર્ટ અને ડાન્સ સ્કુલ ખોલવાનો નિર્ણય કર્યો છે. ટાઇગરના આ સ્કુલમાં બાળકોને ટ્રેનિગં આપવામાં આવનાર છે. જે ભવિષ્યમાં ટાઇગરની જેમ પોતાની કેરિયર બનાવવા માટે ઇચ્છુક છે તેમન ટ્રેનિંગ આપવામાં આવનાર છે. પોતાની આ યોજના અંગે વાત કરતા ટાઇગર કહે છે કે તેની પ્રથમ ફિલ્મ હિરોપંતિ બાદ કેટલાક યુવાનો અને તેમના પરિવારના સભ્યો જાણવા ઇચ્છતા હતા કે તે માર્શલ આર્ટ અને ડાન્સ ક્યાંથી શિખી રહ્યો છે. તેનુ કહેવુ છે કે બાળકો તેને જોઇને આઉટડોર એક્ટિવીટીમાં રસ લઇ રહ્યા છે તે સારી બાબત છે. બાળકો જ અમારા દેશના ભવિષ્ય છે. જેથી તેમને દરેક રીતે કુશળ બનાવવામા ંઆવે તે જરૂરી છે. ટાઇગર હાલમાં કેટલીક ફિલ્મોને લઇને વ્યસ્ત થયેલો છે. જેમાં મુન્ના માઇકલનો સમાવેશ થાય છે. ટાઇગર બોલિવુડમાં ડાન્સર અને એક્શન સ્ટાર તરીકે પોતાની છાપ ઉભી કરી ચુક્યો છે.

Related posts

Madras HC sends notice to 3 filmmakers of Jayalalithaa biopic

aapnugujarat

‘પદ્માવતી’ કરતાં ‘દેસી ગર્લ’ કરે છે વધારે કમાણી

aapnugujarat

‘तानाजी : द अनसंग वॉरियर’ के फर्स्ट लुक मे दिखे अजय देवगन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1