Aapnu Gujarat
गुजरात

ડભોઇ સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મીટીંગ યોજાઈ

આજે ડભોઈ સ્વામીનારાયણ મંદિર ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મિટિંગનું આયોજન કરાયું હતું ભારતીય કિસાન સંઘ સંગઠનને મજબૂત કરવા માટે સુરેશ પટેલ ભારતીય કિસાન સંઘ વડોદરા જિલ્લા સંયોજક, ઠાકોરભાઈ વિભાગ સંયોજક, આર.કે પટેલ ભારતીય કિસાન સંઘ ગુજરાત વિભાગ પ્રદેશ મંત્રી તેમજ પુરાણી સ્વામી હાજર રહ્યાં હતાં. પુરાણી સ્વામી ના હાથે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. મિટિંગમાં ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને આડે હાથ લેવામાં આવી હતી અને વારંવાર ખેડૂતો સાથે થતા અન્યાય માટે તમામ ખેડૂતો એકજુટ થાય અને સરકાર સામે તેઓનો પક્ષ મજબૂતીથી રાખી શકાય તે માટે ખેડૂતોએ પોતાની તાકાતનો ઉપયોગ કરવો પડશે અને એકજુટ થઇ સંગઠન અને યુનિયન થકી પોતાનો અવાજ બુલંદ કરવા હાકલ કરઈ હતી. ખેડૂત અગ્રણી આર.કે પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતો માટે ખેડૂતધરા અને ખેડૂતો માટે ચાલતી સંસ્થાઓને આઝાદી પહેલા અંગ્રેજો લૂંટતા રહ્યા છે. હવે સરકાર લૂંટી રહી છે માટે હવે કિસાન સંઘનું કામ ગ્રામ્ય લેવલ થી લઇ રાજ્ય સુધી પહોંચવું જોઈએ તેવું આહ્વાન કરવામાં આવ્યું હતું. ભારતીય કિસાન સંઘ ખેડૂતોના કલ્યાણ માટે લડતો સંઘ છે અને દેશના ભંડારા પુરા કરીશું પણ કિંમત પુરી લઈશું ના સૂત્ર સાથે ભારતીય કિસાન સંઘનું સંગઠન મજબૂત કરવા આવ્યો છું તેમ તેમણે જણાવ્યું હતું. ઉપરાંત ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર વિરુદ્ધ ના નારામાં જો હમસે ટકરાયેગા વોહ હમસે મિલ જાયેગા અને પહેલા વાત પછી મુલાકાત અને જો ના માને તો પછી લાત જેવા સુત્રોચ્ચાર કરી ભારતીય કિસાન સંઘ મજબૂત બનાવવા અને ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે ભારતીય કિસાન સંઘ ને મજબૂત બનાવવા સદસ્યતા અભિયાન રાખવામાં આવ્યું હતું જેમાં ડભોઇ ડે. કલેકટર દ્વારા ખેડૂતો સાથે ઓરમાયું વર્તન થાય છે ની રજુઆત ખેડૂતોએ સંઘના અગ્રણીઓ સમક્ષ કરી હતી જેની ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની માંગ કરી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

૨૦૨૫ સુધી અમદાવાદને સ્લમ ફ્રી સીટી કરવા તૈયારી

aapnugujarat

નર્મદા જિલ્‍લામાં તા. ૧ લી થી તા.૧૪ મી ઓગષ્ટ સુધી મહિલા સશક્તિકરણ પખવાડીયાની થનારી ઉજવણી

aapnugujarat

मई में उल्टी दस्त के ७९२ केस दर्ज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1