Aapnu Gujarat
गुजरात

ડભોઈ નગરપાલિકાની બેદરકારીના કારણે હાલાકી ભોગવતા નગરજનો

ડભોઈની આજુબાજુના ગામડાઓ જેવા કે તરસાણા,પ્રયાગપુરા, ટીંબી, દંગીવાળા,ગોપાલપુરા, કાલિતલાવડી, વસઈ, ઢોલાર જેવા નજીકના ગામડાના લોકો ડભોઈ નગરમાં રોજબરોજની અવરજવર અને વ્યાપાર હેતુ માટે આવતા હોય છે. અહીં મળતા ત્રણ રસ્તા વચ્ચે બે ફૂટ જેટલો ઉંડો અને પહોળો ખાડો પડ્યો હોવા છતાં ડભોઈ નગરાપાલિકાના સત્તાધીશો અને વોર્ડ નં.૪ના કોર્પોરેટરો કોઈ ઘટનાની રાહ જોતા હોય એમ લાગી રહ્યું છે. અહીં અકસ્માતનો ભય રહેલો છે. નગરજનો જીવ જોખમે મૂકી અવર જવર કરે છે. આ વિસ્તારમાં રાઈસ મિલો, કાચા અનાજના ગોડાઉનો તથા ખાતરના ડેપો આવેલ હોઈ મોટા વાહનોની વધારે પડતી અવર જવર થતી હોવાથી નાના વાહનોને ના છૂટકે આ બિસ્માર રસ્તા અને ખાડામાંથી ગાડીઓ કાઢવી પડે છે અને તેઓ અકસ્માતના ભોગ બની રહ્યાં છે. વાહનચાલકો ખાડાને ટાળવા રોંગ સાઈડ જતા હોવાથી સામેથી આવતા વાહનો સાથે ભટકાઈ જવાના બનાવ બનવા પામ્યાં છે. આ ખાડાથી અકસ્માત ના સર્જાય તે માટે સ્થાનિકો દ્વારા ઘાસ અને પથ્થરો નાંખી ઝાડી ઝાખરા ઉભા કરી સમય સુચકતા ચિહ્નન મૂકી વાહનચાલકોને ખાડાથી અવગત કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે તેમ છતાં ડભોઈ નગરપાલિકાના ગેર વહીવટદારો અને વોર્ડના સભ્યો મસ્તીમાં મસ્ત ઘોર નિદ્રામાં હોય એમ લાગી રહ્યું છે. આ ખાડાને લઈ વાહનચાલકો દ્વારા કોઈ મોટો અકસ્માત ના સર્જાય તેવો ભય સેવાઈ રહ્યો છે. સાથે સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા માતેલા શાંઢ સમાન ખાડાનું વહેલી તકે નિવારણ લાવે તેવી ડભોઈ નગરપાલિકા વિરુદ્ધ લોક માંગ ઉઠવા પામી છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

अब मोदी सरकार लाएगी जेल संशोधन विधेयक : AMIT SHAH

aapnugujarat

કમળ શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિનું પ્રતિક : પંડ્યા

aapnugujarat

નવરંગપુરા, સરદારનગર, જોધપુર વોર્ડમાં ઈ-કલીનીક પાયલોટ પ્રોજેકટનો શુભારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1