Aapnu Gujarat
गुजरात

સાલોજ ગામ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો

પાવીજેતપુર તાલુકાના સાલોજ ગામે કરાલી પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરી કાવરા તરફથી ભીંડોલ તરફ જતી બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂ નંગ ૬૨૧ બોટલ કિંમત રૂપિયા ૨,૧૩,૫૫૫ તથા બોલેરો ગાડીની કિંમત ૫ લાખ મળી કુલ ૭,૧૩,૫૫૫નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જયારે બોલેરો ગાડીમાં બેઠેલા બંને ખેપિયાઓ ગાડી મૂકી ફરાર થઈ જવામાં સફળ થયા હતા.
પોલીસ સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ગામીતને ખાનગી બાતમી મળી હતી કે એક બોલેરો ગાડી માં વિદેશી દારૂ ભરી કાવરા તરફથી ભીંડોલ તરફ જનાર છે જેના આધારે કરાલી પોલીસ પોતાના સ્ટાફ સાથે સાલોજ ગામના પુલ પાસે નાકાબંધી કરી દીધી હતી. આ સમયે કાવરા ગામ તરફથી બોલેરો ગાડી નંબર જી.જે. ૩૪ બી ૩૮૫૧ આવતા તેને રોકવા પોલીસે ઈશારો કરતા તેઓએ રોકેલ નહીં અને સ્પીડમાં બોલેરો ગાડી હંકારી લઈ જતાં કરાલી પોલીસે તેનો પીછો કરતાં સાલોજ ગામની નદીના કિનારે સાઈડમાં ઉભી રાખી બંને શખ્સો નદીના કોતરમાં ભાગી ગયેલ જેને પકડવા પોલીસ જવાનોએ ફિલ્મી ઢબે પીછો કર્યો હોય પરંતુ ખેપિયાઓ ભાગવામાં સફળ થયા હતા.
કરાલી પોલીસે બોલેરો ગાડીનો કબજો મેળવી તપાસ કરતા ૯ પેટીમાં કુલ પતરાની ટીન બિયર ૨૧૬ તથા ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ પ્લાસ્ટિકની બોટલો નંગ ૪૦૫ મળી કુલ બોટલનો ૬૨૧ કિંમત રૂપિયા ૨,૧૩,૫૫૫ વિદેશી દારૂ તથા બોલેરો ગાડીની કિંમત રૂપિયા ૫ લાખ મળી કુલ રૂપિયા ૭,૧૩,૫૫૫ નો મુદ્દામાલ કબજે કરી કરાલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

બેટી બચાવો, બેટી પઢાવોની વાતો વચ્ચે ભૃણ હત્યા વધારે છતાં સ્ત્રી નસબંધી દસગણી વધારે

aapnugujarat

धोलेरा सर में हथियारों की परीक्षण के लिए फायरिंग रेंज बनेगी

aapnugujarat

ભેળસેળના કેસમાં આરોપી વ્યાપારી કોર્ટ રૂમથી પલાયન : પોલીસ તંત્રમાં હડકંપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1