Aapnu Gujarat
गुजरात

પશુપાલકોએ સાબર ડેરીના ચેરમેનને આવેદનપત્ર સોંપ્યું

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનાં પશુપાલકોની જીવાદોરી ગણાતી સાબર ડેરીને ગુજરાત કિસાન સભા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સમિતિ દ્વારા ધી સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ ( સાબર ડેરી )ના ચેરમેનને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.
ગુજરાત કિસાન સભા સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સમિતિ આગેવાનો, દૂધ મંડળીઓના ચેરમેન, સેક્રેટરી તથા પશુપાલકોના આગેવાનો તેમની માંગણીઓને લઈ સાબરડેરીને આવેદનપત્ર સોંપવામાં આયું હતું જેમાં નીચે પ્રમાણે માંગણીઓ કરવામાં આવી હતી.
(૧) વર્ષ ૨૦૧૭ – ૧૮માં એડવાન્સ ચૂકવેલ ભાવ ફેર ૩.૨ ટકા કાપી લીધા સિવાય વર્ષ ૨૦૧૮ – ૧૯નો ભાવ ફેર પૂરેપૂરો ૧૦ ટકા મુજબ તાત્કાલિક ચૂકવો
(૨) સાબર ડેરી દૂધ ઉત્પાદકો પાસેથી ૬ ફેટના દૂધની ખરીદી ૪૨ રૂપિયા લિટરના ભાવે કરે છે, ૬ ફેટનું દૂધ બજારમાં ૫૪ રૂપિયે વેચાણ કરે છે. આમ લિટરે રૂપિયા ૧૨ તફાવત સાબરડેરીને મળે છે એટલે સ્પષ્ટ થાય છે કે સાબર ડેરી દૂધ ઉત્પાદકોનું અમાનવીય શોષણ કરે છે તે ઉપરાંત દૂધની બનાવટોમાં પણ વખતો વખત ભાવ વધારો સાબર ડેરી કરે છે. દૂધમાં મળતો તફાવત ઓછો કરીને દૂધના પોષણક્ષમ ભાવ દૂધ ચૂકવો
(૩) સરકારશ્રી રજીસ્ટર કરેલ તમામ દૂધ મંડળીઓને બિનશરતી સંઘના સભાસદ બનાવો ઘણી દૂધ મંડળીઓ રજીસ્ટર થયેલ ૪૦ વર્ષ થયાં હોવા છતાં સાબર ડેરી સંઘના સભાસદ બનાવતી નથી. આ બાબત સાબરડેરીના વહીવટદારો માટે શરમજનક ગણાય સાબર ડેરીની અંદાજિત કુલ-૧૯૦૦ દૂધ મંડળીઓમાંથી માત્ર ૯૦૦ જેટલી દૂધ મંડળીઓ સંઘના સભાસદ છે જે ગંભીર બાબત ગણાય
(૪) સાબર ડેરીની ભરતી ટેકનિકલ સિવાય ભરતી, દૂધ મંડળીના કર્મીઓમાંથી ભરતી કરો.
આવી મહત્વપૂર્ણ બાબતોની ગુજરાત કિસાન સંઘ દ્વારા માંગણીઓ કરવામાં આવી છે. સાબર ડેરીના પૂર્વ ચેરમેન જેઠાભાઈ પટેલ પર છેતરપિંડીના આક્ષેપ કરવામાં આવેલ હતાં. વધુમાં ગુજરાત વિધાનસભા સાબરકાંઠા અરવલ્લીના અગ્રણીઓએ જણાવ્યું હતું કે પશુપાલકોને પૂરતો ન્યાય નહીં મળે તો ગુજરાત કિસાન સભાના આંદોલન ચાલુ રહેશે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

અમદાવાદમાં મુખ્યપ્રધાન દ્વારા ઔડાના રૂ. ૨૮૫ કરોડના વિકાસકાર્યો લોકાર્પિત-ખાતમૂહુર્ત

aapnugujarat

સરકાર નિર્ણય નહીં લે તો, જન વેદના સંમેલન કરાશે

aapnugujarat

હિંમતનગર ખાતે ‘આવો કોઈની મદદ કરીએ’ ગ્રુપ દ્વારા તબીબોનું સન્માન કરાયું

editor

Leave a Comment

UA-96247877-1