Aapnu Gujarat
खेल-कूद

જી. ટી. યુ. ચેસ સ્પર્ધામાં એસ. વી. આઈ. ટી. ની બહેનો ની ટીમ ઉપવિજેતા

તાજેતરમાં નીઓ ટેક (NEOTECH) એન્જિનિયરિંગ કોલેજ, વડોદરા ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ની  આંતર  ઝોનલ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી.ટી.યુ. સંલગ્ન પાંચ ઝોન ની વિજેતા અને ઉપવિજેતા ટીમોએ ભાગ લીધો હતો આમ આંતર ઝોનલ ચેસ સ્પર્ધામાં કુલ ૧૦ ટીમોએ ભાગ લીધો હતો.

એસ. વી. આઇ. ટી. ની બહેનો ની ટીમ કુલ ૩ રાઉન્ડ ની અંતે ૮.૫ પોઇન્ટ સાથે દ્વતિય સ્થાને રહી હતી અને એસ. વી. આઈ. ટી. ની ચેસ ટીમની કેપ્ટન કુ. સચ્ચી દેસાઈ ની જી. ટી. યુ. ની ચેસ ટીમમાં પસંદગી કરવામાં આવી છે જે હવે પછી આંતર યુનિવર્સિટી ચેસ સ્પર્ધામાં જી.ટી.યુ. નું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીયસ્તરે ની ચેસ સ્પર્ધામાં કરશે.

એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ  શ્રી દિપકભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી. પરીવાર તરફથી ખેલાડીઓ અને કોચ ને શુભેચ્છાઓ પાઠવવા મા આવી હતી.

Related posts

ICC ने अंपायर से उलझने पर ब्रेथवेट को मैच का 15% जुर्माना लगाया

aapnugujarat

PM Khan Congratulates Pakistan squad for ‘Great Comback’ in WC 2019

aapnugujarat

भारतीय महिला हाकी टीम ने जीता FIH सीरीज फाइनल्स खिताब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1