Aapnu Gujarat
खेल-कूद

પાકિસ્તાનને ધૂળ ચટાડવા છતાં કેપ્ટન કોહલી નારાજ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં વરસાદથી પ્રભાવિત ગ્રુપ-બી મેચમાં ડકવર્થ લૂઈસ મેથડના આધાર પર ભારતે પાકિસ્તાનને ૧૨૪ રન હરાવ્યું હતું. આ જીત બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના બેટ્‌સમેનોના પેટભરીને વખાણ કર્યા હતા. પરંતુ વિરાટ એકવાતને લઈને નારાજ થયા હતા, અને તે હતી ટીમ ઈન્ડિયાની ખરાબ ફિલ્ડિંગ.
વિરાટ કોહલીએ મેચ બાદ ખેલાડીઓને ફિલ્ડીંગ સુધારવાની સલાહ આપી હતી.ભારતીય ફિલ્ડર્સે રવિવારે ઓછામાં ઓછા ત્રણ સરળ કેચ છોડી દીધા હતા, તે ઉપરાંત પણ મેદાનમાં ઘણી બધી મિસ ફિલ્ડ થઈ હતી. જેના કારણે પાકિસ્તાની ખેલાડીઓને ટોટલ પાંચ વખત જીવનદાન મળી ગયું હતું. બે વાર તો ભારતીય ખેલાડીઓ ખરાબ ફિલ્ડીંગના કારણે રન આઉટ ચૂકી ગયા હતા. ડકવર્થ લૂઈસ મેથડના આધારે ૪૧ ઓવરમાં ૨૮૯ રનના ટાર્ગેટનો પીછો કરતાં પાકિસ્તાની ટીમ ઉમેશ યાદવ (૩૦ રન, ત્રણ વિકેટ), રવિન્દ્ર જાડેજા (૪૩ રન, બે વિકેટ) અને હાર્દિક પંડ્યા (૪૩ રન, બે વિકેટ)ની શાનદાર બોલિંગ સામે ૩૩.૪ ઓવરમાં જ ૧૬૪ રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
પહેલા બેટિંગ કરતાં ભારતે રોહિત (૯૧), કેપ્ટન વિરાટ કોહલી (અણનમ ૮૧), શિખર ધવન (૬૮) અને યુવરાજસિંહ (૫૩)ની અર્ધશતકની મદદથી ૩૧૯ રન ફટકારી દીધા હતા. કોહલીએ ભારતની જીત બાદ કહ્યું કે, “બોલ અને બેટથી અમે ખુબ જ સારૂ પ્રદર્શન કર્યુ, હું દસમાંથી નવ પોઈન્ટ આપીશ પરંતુ ફિલ્ડીંગમાં આપણને ૦૬ પોઈન્ટ જ મળશે.
સર્વશ્રેષ્ઠ ટીમોને પ્રતિસ્પર્ધા આપવા માટે આપણે પોતાની ફિલ્ડીંગ સુધારવી પડશે.”બેટ્‌સમેનોના પ્રદર્શન પર કોહલીએ કહ્યું કે, “શિખર અને રોહિતે આપણને સારી શરૂઆત અપાવી હતી. પાછલી વખતે જ્યારે આપણે અહી જીત્યા હતા ત્યારે પણ ઓપનિંગ જોડીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.” રોહિતે થોડા સમય લીધો પરંતુ ઈજા બાદ તે વાપસી કરી રહ્યો છે અને આંતરાષ્ટ્રીય ક્રિકેટ આઈપીએલથી અલગ છે. આશા છે કે, આવતી મેચમાં તે સારૂ પ્રદર્શન કરી શકશે.
વિરાટે કહ્યું “શિખરે ખુબ જ સારી શરૂઆત કરી હતી. યુવરાજ ખુબ જ સારી લયમાં હતો અને તેની સામે હું ક્લબ ક્રિકેટર લાગી રહ્યો હતો. હાર્દિકે માત્ર પાંચ બોલમાં જ ૧૮ (૬ બોલમાં ૨૦)” બનાવ્યા જે શાનદાર હતા. “ બીજી બાજુ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહેમદે અંતિમ આઠ ઓવરમાં ટીમની બોલિંગ પર નિરાશા વ્યક્ત કરી હતી”તેમને કહ્યું કે, “૪૦ ઓવર સુધી બધું જ નિયંત્રણમાં હતું પરંતુ અંતિમ આઠ ઓવરમાં અમે તક ગુમાવી દીધી હતી. ભારતીય બેટ્‌સમેનોને શ્રેય જાય છે કે, તેમને અંતિમ ઓવરમાં ૧૨૪ રન બનાવ્યા અને લય ભારત પાસે ચાલી ગઈ.”

Related posts

पैट कमिंस को आराम

aapnugujarat

ક્રિકેટ ફેન્સ માટે Good News, આઇપીએલના આયોજન માટે તૈયાર છે UAE

editor

सेमी से पहले हार ऑस्ट्रेलिया के लिए अच्छा नहीं : पोंटिंग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1