Aapnu Gujarat
व्यापार

દેશમાં ૨૦૨૨ સુધીમાં કરોડો સ્માર્ટફોન યુઝર્સ,ઓટીટી વીડિયો બજારમાં થશે વૃદ્ધિ

જ્યારે એજન્સી અનુસાર એક અહેવાલ પ્રમાણે ફીચર ફોનની સંખ્યા ઘટતી જાય છે. અને સ્માર્ટફોન વપરાશકારોની સરેરાશ સંખ્યા વાર્ષિક ધોરણે ૧૨.૯ ટકા વધી રહી છે. ત્યારે એક અહેવાલ અનુસાર ૨૦૧૭ માં દેશમાં ૪૬.૮ કરોડ સ્માર્ટફોન યુઝર્સ હતા. આ આંકડો ૨૦૨૨ સુધીમાં વધીને ૮૫.૯ કરોડ સુધી પહોંચવાની ધારણા છે. તેવી જ રીતે, વર્ષ ૨૦૧૭ માં ફીચર ફોન વપરાશકર્તાઓની સંખ્યા ૭૦.૧ કરોડ હતી, જેના વર્ષ ૨૦૨૨ સુધીમાં ૫૦.૪ કરોડ સુધી પહોંચવાની ધારણા છે.તેમાં વાર્ષિક ૬.૪ ટકા વાર્ષિક ઘટાડો નોંધાઈ રહ્યો છે.
વધી રહી છે વિડીયો ઓન ડિમાન્ડની માંગ રિપોર્ટ મુજબ, અત્યાર સુધીનો સૌથી નીચો ડેટા ટેરિફ અને સ્માર્ટફોનની પહોંચમાં વધારો થવાથી દેશમાં વિડીયો ઓન ડિમાન્ડ બજારને સૌથી વધુ લાભ થશે.
દેશમાં ઈન્ટરનેટના વપરાશના ઝડપી વિકાસનો ઉલ્લેખ કરતાં, એવું કહેવામાં આવ્યું છે કે દેશમાં વિડીયો ઓન ડિમાન્ડની માંગ વધી રહી છે.ત્યારે દેશમાં માંગ વધવાના મુખ્ય પરિબળોમાં એવા ડિવાઇસ પણ ઉપ્લબ્ધ છે. જે ઑનલાઇન વિડીયો સામગ્રીને જોવા માટે સક્ષમ છે.
જ્યારે એક અહેવાલ ૨૦૨૨ સુધી દેશમાં હશે ૨૨૦ કરોડ ટીવી સેટ્‌સ વીઓડી ઉદ્યોગ માટે ટેબ્લેટ પણ એક મુખ્ય સાધન છે. જો કે, ૨૦૧૭ માં દેશમાં ટેબ્લેટ્‌સનો પ્રવેશ માત્ર ૫.૩ ટકા હતો, જે ૨૦૨૨ સુધીમાં ૧૦ ટકા સુધી પહોંચવાની ધારણા છે.૨૦૧૭ માં દેશમાં ૧૩૩.૧૪ કરોડ ટેલિવિઝન સેટ્‌સ હતા, ૨૦૨૨ સુધીમાં તેમની સંખ્યા ૨૨૦.૦૩ કરોડ સુધી પહોંચી શકે છે. જેમાં વાર્ષિક ૧૦.૬ ટકાનો વધારો થયો છે. જો કે, વૈશ્વિક સ્તર પર, આ વૃદ્ધિ દર માત્ર ૧.૪ ટકા છે. સામગ્રી વપરાશ માટે ટેલિવિઝનને સૌથી સસ્તું ઉપકરણ તરીકે વર્ણવતા, એવું કહેવામાં આવ્યું છે કે તે ગ્રામીણ વિસ્તારોમાં મનોરંજનનો સૌથી લોકપ્રિય સ્ત્રોત છે.ઓટીટી માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. વર્ષ ૨૦૧૭ – ૨૨ દરમિયાન તેના વાર્ષિક ૨૨.૬ ટકાના દરે વધવાનું અનુમાન રજૂ કરતા કહેવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૨૨ માટે ઓટીટી વિડિયો બજાર દેશના ૧૦ ટોચના બજારોમાં સામેલ થઇ જશે અને આ ૮૨.૩ કરોડ ડોલરનું બજાર હશે.

Related posts

ક્રૂડથી એમએસપી વધારા સુધી અસરો દેખાશે

aapnugujarat

૩૧ માર્ચ સુધીમાં એસબીઆઇની નવી ચેકબુક લેવી જરૂરી

aapnugujarat

શેરબજારમાં તેજી રહેવાના એંધાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1