Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

યુપીમાં ભાજપની બેઠકો વધુ વધશે : યોગીએ કરેલો દાવો

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે ફરી એકવાર દાવો કર્યો હતો કે આ વખતે ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી ૭૪ સીટ પર જીત હાંસલ કરનાર છે. વર્ષ ૨૦૧૪ કરતા પાર્ટીને વધારે સીટ મળશે તેવો દાવો કરતા યોગીએ કહ્યુ છે કે મહાગઠબંધનની કોઇ શક્યતા દેખાઇ રહી નથી. યોગીએ દાવો કર્યો હતો કે આ વખતે મોદી લહેર છેલ્લી ચૂંટણી કરતા પણ વધારે પ્રચંડ છે. વાતચીત દરમિયાન યુપીના મુખ્યપ્રધાને દાવો કર્યો હતો કે આ વખતે અમેઠી અને આજમગઢ જેવી સીટ પર પણ ભારતીય જનતા પાર્ટીની જીત થનાર છે. આચારસંહિતા ભંગના મામલે ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધ મુકવાના સંબંધમાં યોગીએ કહ્યુ હતુ કે કોઇ વ્યક્તિ તેમને મંદિર જતા રોકી શકે નહીં. યોગીએ કહ્યુ હતુ કે જ્યારે તેઓ પ્રચારમાં હોતા નથી ત્યારે પણ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચે છે. ઉત્તરપ્રદેશમાં પાંચમાં તબક્કાની ચૂંટણી સાથે યુપીમાં હવે ૫૩ સીટ માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. યોગીએ દાવો કરતા કહ્યુ છે કે ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ૭૪ સીટો જીતી જશે. તેમણે દાવો કરતા કહ્યુ છે કે હજુ સુધી જે ૫૩ સીટ પર મતદાન થયુ છે તે પૈકી ૪૭-૫૦ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી જશે. આ વખતે અમેઠીમાં પણ પાર્ટીની જીત થવા જઇ રહી છે. અમેઠીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સામે ભારતીય જનતા પાર્ટી તરફથી સ્મૃતિ ઇરાની મેદાનમાં છે. આજમગઢમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવની સામે ભોજપુરી સ્ટાર નિરુહવા ચૂંટણી મેદાનમાં છે. મોદી લહેર પહેલા કરતા વધારે શક્તિશાળી હોવાનો દાવો કરતા તેમણે કહ્યુ છે કે વર્ષ ૨૦૧૪માં લોકોના મનમાં મોદીનો ફોટો હતો અને ગુજરાતમાં કરવામાં આવેલા કામની બાબત હતી. આ વખતે દેશમાં શક્તિશાળી નેતા તરીકેની છાપ લોકોના મનમાં છે. કેન્દ્ર સરકાર અને ઉત્તરપ્રદેશમાં શાસન વિરોધી કોઇ લહેર નથી. એક પ્રશ્નના જવાબમાં યોગીએ કહ્યુ હતુ કે મુલાયમ સિંહ ગઠબંધનનુ સમર્થન કેમ કરી શકે છે. કોઇ સમય તેઓ ટિકિટ વહેચતા હતા. આજે મુલાયમને તેમના માટે ટિકિટ માંગવાની ફરજ પડી રહી છે.

Related posts

राफेल के लिए भारत ने आपात खरीदारी के तहत हैमर मिसाइलों के आदेश दिए

editor

મોદી ફેક્ટર, રાષ્ટ્રવાદ લીધે જોરદાર જીત થશે : પાસવાન

aapnugujarat

चलो बदलते हैं अभियान: बंगाली को असम की पहली भाषा बनाने के अभियान पर बवाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1