Aapnu Gujarat
शिक्षा

સ્નાતક કોર્સના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પિનનું વિતરણ શરૂ

સ્નાતક કક્ષાનાં કોર્સ બીકોમ, બીબીએ, બીસીએ અને બીએસસી સહિતની વિદ્યાશાખાની બેઠકોમાં પ્રવેશ માટે આજ સોમવારથી દરેક કોલેજમાં પિન વિતરણ પિન -માહિતી પુસ્તિકા આપવાની કાર્યવાહીનો પ્રારંભ થયો હતો. જયારે બીએસસી વિદ્યાશાખાની બેઠકો પર પ્રવેશ કાર્યવાહી અંતર્ગત બુધવારથી પિન આપવાની કાર્યવાહીનો પ્રારંભ થશે. પ્રવેશ કમિટીએ નિર્ધારિત કરેલી બેન્કની શાખા પરથી પેમેન્ટ આપવાથી વિદ્યાર્થીઓ પિન અને માર્ગદર્શક પુસ્તિકા મેળવી શકશે. ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી આટ્‌ર્સ,કોમર્સ,લો,અમે એજ્યુકેશન સહિતની કોલેજના આચાર્યો અને તેમના પ્રતિનિધિઓની એક બેઠક તાજેતરમાં યોજાઈ હતી. જેમાં પ્રવેશ પ્રક્રિયાની ચર્ચા વિચારણા અંગે નિર્ણય લેવાયા બાદ સ્નાતક કક્ષાના કોર્સ માટે આજથી દરેક કોલેજોમાં પિન વિતરણ કરવાનું નક્કી કરાયું હતું. ઉપરાંત અનુસ્નાતક કક્ષાના કોર્સ માટે આજથી જે તે કોલેજ અને ભવન ઉપરાંત પી જી સેન્ટર્સ પરથી પિન વિતરણ કરવાનો પ્રાંરભ કરાયો હતો. આ વર્ષે પહેલો રાઉન્ડ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કર્યા બાદ તેના મેરિટના આધારે જ બીજા રાઉન્ડમાં જે તે કોલેજો પ્રવેશ આપે તેવું નક્કી કરાયું છે. જયારે ત્રીજા રાઉન્ડમાં અન્ય વિદ્યાર્થીઓ કે જેઓનાં ફોર્મ ભરવાનાં રહી ગયા હોય તેમને સામેલ કરશે. દરેક કોલેજોમાં તા.૧૨ જૂનથી શૈક્ષણિક કાર્ય શરૂ થાય તે પ્રકારે આયોજન કરાયું છે. વિદ્યાર્થીઓએ પિન મેળવ્યા બાદ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. ભરેલા ફોર્મનું વેરિફિકેશન દરેક કોલેજોમાં થશે. એક વખત વિદ્યાર્થીને એડમિશન મળી જાય અને તે રિર્પોટિંગ કરાવી લેશે, તેને બીજા રાઉન્ડમાં ભાગ લેવા મળશે નહીં. યુનિવર્સિટીએ કરેલી જાહેરાત અનુસાર બીકોમ, બીબીએ, બીસીએમાં આટ્‌ર્સના વિદ્યાર્થીઓને બ્રિજ કોર્સ પૂરો કરવાની શરતે પ્રવેશ અપાશે. દરેક કોલેજોએ સેન્ટ્રલાઈઝડ એડમિશનના નિયમ મુજબ મેરિટ લિસ્ટ તૈયાર કરવું પડશે. ઇડબ્લ્યુએસનો ચાલુ વર્ષે અમલ થઈ રહ્યો હોવાથી ૩૩ ટકા બેઠક બહેનો માટે અનામત રખાશે. આ સિવાય શહીદ સુરક્ષા કર્મીઓનાં સંતાનોને પી જી એમ ફીલ કોર્સમાં સુપર ન્યુમેરિક બેઠકો પર પ્રવેશ અપાશે. આ લાભ એક જ વખત અપાશે. યુનિવર્સિટીએ મેરિટ અંગે નક્કી કરેલા નિયમોનો ભંગ કરનારી કોલેજોને એક લાખ સુધીનો દંડ કરાશે પિન ખરીદ્યા પછી પરિણામ આવે ત્યારે વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ગુજરાત યુનિવર્સિટી એડમિશન કમિટીની કુલપતિ હિમાંશુ પંડ્યા, ઉપકુલપતિ જગદીશ ભાવસાર, પ્રવેશ સમિતિના ખાસ ફરજ પરના અધિકારી એચ.સી. સરદાર, હરેશ વાઢેલ, બી.કે. જૈન, આર.વી. મહેતા, પ્રોફેસલ જયેશ સોલંકી, પી.એન. ગજ્જરની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રવેશ પ્રક્રિયા સંદર્ભમાં માહિતી આપવામાં આવી હતી. સાયન્સ, કોમર્સ, આટ્‌ર્સ, લો અને એજ્યુકેશન ફેકલ્ટીની વિવિધ કોલેજોમાં આચાર્યો અને તેમના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પુસ્તકો રાખી પરીક્ષા આપશે

aapnugujarat

ધો.૩ થી ૮ માટે એકસરખું પેપર હશે

aapnugujarat

ધોરણ ૧૦ પરિણામ : ફરી વિદ્યાર્થીનીઓની જ બાજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1