Aapnu Gujarat
गुजरात

નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર હીરામણી શર્માની ધરપકડ

લોકસભાની પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે સમાજવાદી પાર્ટીની મુશ્કેલીઓ વધી છે. નવસારી લોકસભા બેઠક પર ૨૫ ઉમેદવારો રેસમાં હતાં.જેમાં ત્રણ મહિલાઓમાંથી એક હીરામણીબેન દીનદયાળ શર્માએ પણ ઉમેદવારી નોંધાવી હતી.
મળતી માહિતી પ્રમાણે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવનારી હીરામણીબેને શર્મા સામે છેતરપિંડીનો ગુનો પુણા પોલીસમાં નોંધાયો હતો.સાડી પર જોબવર્ક કરાવી રૂપિયા ન દેવાનો રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીના ઉમેદાવાર હીરામણીબેન સામે ગુનો હોય પોલીસે કલમ ૪૦૬,૪૦૯,૪૨૦ અને ૪૨૦બી હેઠળ ધરપકડ કરી હતી.
હાઈકોર્ટમાં અગાઉ હીરામણીબેને જામીન અરજી કરી હતી પરંતુ તે રદ થતાં પુણા પોલીસે કાયદેસરના પગલાં લીધા હતાં.ઉલ્લેખનીય છે કે, સાડી ઉપર એમ્બ્રોઈડરી જોબવર્કનું કામ કરાવી મજૂરીના રૂ. ૫૦.૬૧ લાખ નહીં ચૂકવનાર રઘુવીર ટેક્ષ્ટાઈલ મોલમાં દુકાન ધરાવતા મહિલા વેપારી અને ભાગીદાર વિરુધ્ધ પુણા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સરથાણા જકાતનાકા જય યોગેશ્વર રો હાઉસ ઘર નં. ૫૭ માં રહેતા લાલજીભાઈ બાબુભાઈ દૂધાત સાડી ઉપર એમ્બ્રોઈડરી જોબવર્કનું કામ કરે છે.ગત ઓક્ટોબર ૨૦૧૬થી જાન્યુઆરી ૨૦૧૭ દરમિયાન પરવટ પાટીયા રઘુવીર ટેક્ષટાઈલ મોલમાં હરીજન ટેક્ષના નામે દુકાન ધરાવતા હીરામણીબેન શર્મા અને નિલેશભાઈ અરજનભાઈ કળથીયાએ લાલજીભાઈ પાસે સાડી ઉપર એમ્બ્રોઈડરી જોબવર્ક કરાવ્યું હતું.જો કે, મજૂરીના રૂ. ૫૦,૬૧,૪૧૮ ચૂકવવાને બદલે ગલ્લાં તલ્લાં કરી સમય કાઢતાં બંને વિરુધ્ધ લાલજીભાઈએ ગતરોજ પૂણા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

Related posts

શહીદોને અંજલી વેળા ભાજપ કોંગ્રેસની આક્ષેપબાજીથી ટીકા

aapnugujarat

સર્વરમાં ટેકનિકલ ખામી થતાં પુરવઠા કર્મીના પગાર અટક્યા

aapnugujarat

નરેશ કનોડિયાનું કોરાનાના કારણે નિધન

editor

Leave a Comment

UA-96247877-1