Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

‘મૈં ભી ચોકીદાર’ પર વિપક્ષનું હલ્લાબોલ, માયાવતીએ કહ્યું- ‘ચા વાળામાંથી ચોકીદાર, શું પ્રગતિ થઈ છે’

ભાજપની ‘મૈં ભી ચોકીદાર’ ચૂંટણી પ્રચાર કેમ્પેઈનને લઈને બસપા, સપા અને કોંગ્રેસે હલ્લાબોલ કર્યું છે. બસપા સુપ્રીમો માયાવતીએ જણાવ્યું કે એક ચા વાળા વડાપ્રધાન હવે ચોકીદાર બની ગયા છે અને વર્તમાન સરકારમાં આ મહત્વનો બદલાવ જોવા મળે છે.
માયાવતીએ ટિ્‌વટર પર જણાવ્યું કે, ‘ભાજપે ‘મૈં ભી ચોકીદાર’ કેમ્પેઈન શરૂ કરી ત્યારબાદ વડાપ્રધાન મોદી અને ભાજપના નેતાઓએ પોતાના ટિ્‌વટર એકાઉન્ટમાં નામની આગળ ‘ચોકીદાર’ લગાવ્યું હતું. જેથી હવે ગત લોકસભા ચૂંટણીમાં ચા વાળા રહેલા વડાપ્રધાન ચોકીદાર બની ગયા છે. ભાજપના શાસનમાં દેશમાં કેવો બદલાવ આવ્યો છે, વાહ સરસ.’લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં ગઠબંધન કરનાર બસપાના સહયોગી દળ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પણ હિન્દીમાં ટિ્‌વટ કર્યું હતું. અખિલેશે જણાવ્યું કે, ‘ખાતરની ચોરી થઈ તેની તપાસ કરવા માટે શું કોઈ ચોકીદાર છે?’ આ ઉપરાંત અન્ય એક ટિ્‌વટમાં અખિલેશે વિવાદિત રાફેલ સોદાને લઈને પીએમ પર નિશાન સાધ્યું અને લખ્યું કે, ‘શું રક્ષા મંત્રાલયમાંથી ચોરી થયેલી ફાઈલો માટે ચોકીદાર જવાબદાર છે.’
અખિલેશ યાદવે પોતાના ટ્‌વીટની આગળ ‘વિકાસ પૂછ રહા હે’નું વિશેષણ ઉમેર્યું હતું. ૨૦૧૪માં ભાજપે વિકાસના મુદ્દે વોટ માંગ્યા હતા. ઉત્તર પ્રદેશના વિવિધ શહેરોમાં ચૂંટણી પ્રચારાર્થે ગયેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ પણ આ મામલે નિવેદન આપ્યું હતું. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, ‘વડાપ્રધાનને તેમના નામની આગળ શું લગાવવું એ તેમની મરજી. મને એક ખેડૂત ભાઈએ કહ્યું કે, ચોકીદારનો અમીરોને ત્યાં હોય છે, અમે ખેડૂતો સ્વંય અમારા ચોકીદાર છીએ.’
રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ટોચના તમામ નેતાઓએ ટિ્‌વટર પર પોતાના નામની આગળ ‘ચોકીદાર’ લગાવ્યું હતું. કોંગ્રેસ દ્વારા ચોકીદાર ચોર હેના આક્ષેપો સામે ભાજપે આ ચૂંટણી કેમ્પેઈનને વેગ આપ્યો છે.
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને પ્રથમ ચરણનું મતદાન ૧૧ એપ્રિલથી શરૂ થશે. ૧૯મેના સાતમા અને અંતિમ ચરણમનું મતદાન પૂર્ણ થશે અને ૨૩મેના ૫૪૩ લોકસભા બેઠકોનું પરિણામ જાહેર કરાશે.

Related posts

नेपाल के प्रधानमंत्री प्रचंण्ड ने पद से इस्तीफा दिया

aapnugujarat

आठ सीट वाले वाहनों में छह एयरबैग अनिवार्य होंगे ः नितिन गडकरी

aapnugujarat

ઇન્ફોસીસમાં સ્થિરતા લાવવા પર કામો કરશે : નિલકાનીની ખાતરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1