Aapnu Gujarat
मनोरंजन

બોબીની કેરિયરમાં ફરી આવેલ તેજી

યમલા પગલા દિવાના બાદ ચાર વર્ષ સુધી એક્ટિંગથી દુર થઇ ગયેલા બોબી દેઓલની કેરિયરમાં ફરી એકવાર તેજી આવી ગઇ છે. રેસ-૩ ફિલ્મમાં કામ કર્યા બાદ તેની પાસે નવી નવી ઓફર આવી રહી છે. તે ફરી એકવાર સક્રિય થ ગયો છે. સલમાન ખાનના કારણે તેની કેરિયરમાં નવો વળાંક આવ્યો છે. બોબી દેઓલ હવે ફરી નવી ઇનિગ્સમાં ફિલ્મો કરી રહ્યો છે. તે હાલમાં કેટલીક ફિલ્મો કરી રહ્યો છે. બોબી દેઓલને હાઉસફુલ-૪ ફિલ્મ પણ મળી ગઇ છે. જેમાં તે અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ સાથે જોવા મળનાર છે. યમલા પગલા દિવાના-૨ ફિલ્મ કર્યા બાદ બોબી દેઓલ ચાર વર્ષ બાદ ફિલ્મથી દુર થઇ ગયો હતો. હવે ફિલ્મમાં ફરીએન્ટ્રી કરી ગયો છે. ગયા વર્ષે શ્રેયસ તલપડેના નિર્દેશન હેઠળની ફિલ્મ પોસ્ટર બોયમાં તે પોતાના મોટા ભાઇ સન્ની દેઓલ અને શ્રેયસ સાથે નજરે પડ્યો હતો. બોબી હવે સતત એક્શન ફિલ્મ કરી રહ્યો છે. રેસ-૩માં તેની સાથે સલમાન ખાન અને અનિલ કપુર નજરે પડ્યા હતા. ૪૯ વર્ષીય બોબી દેઓલ હવે હાઉસફુલ-૪માં દેખાશે. તેની પસંદગી સાજિદ ખાન દ્વારા કરવામાં આવ્યા બાદ હાલમાં તે અન્ય કલાકારો સાથે શુટિંગમાં વ્યસ્ત છે. દિવાળી ૨૦૧૯માં આ ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. સાજિદે વર્ષ ૧૯૯૨માં પ્રથમ નિર્દેશિત ફિલ્મ બનાવી હતી. જુલ્મકી હુકુમત ફિલ્મમાં ધર્મેન્દ્ર અને ગોવિન્દાએ ભૂમિકા અદા કરી હતી. ત્રણ વર્ષ બાદ તે સન્ની દેઓલની જીત ફિલ્મમાં દેખાયો હતો. તે પ્રથમ વખત બોબી દેઓલ સાથે કામ કરી રહ્યા છે. સાજિદ સાથે કામ કરવાને લઇને તે ખુશ છે તેમ બોબીએ કહ્યુ છે. સાજિદ સાથે કામ કરવા માટે તે હમેંશા ઉત્સુક હતો. અક્ષય સાથે તે પહેલા પણ કામ કરી ચુક્યો છે. તેની સાથે તેની કેમિસટ્રી રહેલી છે. અજનબીમાં તે અક્ષય સાથે નજરે પડ્યો હતો. તેનુ કહેવુ છે કે હાઉસફુલ મોટી ફ્રેન્ચાઇસ ફિલ્મ છે. બોબી દેઓલ હવે બોલિવુડમાં ફરી એકવાર સંપૂર્ણરીતે સક્રિય ફિલ્મોમાં થઇ રહ્યો છે.

Related posts

પાકિસ્તાનના લોકોને શ્રીદેવીની ખોટ સાલશે : અદનાન સિદ્દિકી

aapnugujarat

मैं सही रास्ते पर चल रही हूं : हिना

aapnugujarat

સુશાંત આગામી ફિલ્મમાં ડાકુના પડકારરૂપ રોલમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1