Aapnu Gujarat
राष्ट्रीय

પશ્ચિમ બંગાળમાં બીજેપી નેતાની હત્યા

પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગના જિલ્લાના મંદિર બજારના સ્થાનિક ભાજપા નેતાને રસ્તા વચ્ચે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. મૃતક બીજેપી નેતાની ઓળખ શક્તિપદા સરદારના રૂપમાં થઈ છે. ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક નેતા ભાજપના મંડલ સમિતિ સચિવ છે. મળતી માહિતી અનુસાર, આ ઘટના ગઈ કાલે રાત્રે જ્યારે તે કામ પરથી પાછો ફરી રહ્યો હતો, ત્યારે અમુક વ્યક્તિઓએ તેના પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. હુમલા બાદ દુશ્મનો તેને લોહીથી લથપથ હાલતમાં છોડીને ફરાર થઈ ગયા હતા. બાદમાં, જ્યારે સ્થાનિક લોકોએ જોયું તો તેમને તાત્કાલિક બંદરગાહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાજપાના કાર્યકર્તાની હત્યા પાછળ ટીએમસી કાર્યકર્તાઓને દોષિત ઠેરવી રહ્યા છે.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો નહોતો. બાદમાં ગંભીર હાલતને જોતા બીજેપી નેતાને કોલકાતાની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, તેમને કોલકાતાથી તે હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં દેહ છોડી દીધો હતો. આ ઘટના વચ્ચે મંદિર બજાર પોલીસ સ્ટેશનને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.તમને જણાવી દઈએ કે, ગત ૧૧ જુલાઈએ પુરૂલિયાના તુરૂહુલુ ગામની પાસે લાલમોહન અને દીપકની હત્યા કરી દેવામાં આવી હતી. તે બે હત્યાકાંડના અમુક કલાકો પછી પશ્ચિમ બંગાળ બીજેપીએ પોતાના ટિ્‌વટર હેન્ડલથી એક ટિ્‌વટ કરી દાવો કર્યો હતો.

Related posts

Jio GigaFiber : 5 सितम्बर को होगा लॉन्च, फ्री मिलेगा 4K टीवी और सेट-टॉप बॉक्स

aapnugujarat

કોર્ટ અયોધ્યા મામલે ઝડપી ચૂકાદો આપેઃ રવિશંકર પ્રસાદ

aapnugujarat

ચૂંટણી પંચ પ્રધાનમંત્રીના કાર્યક્રમો પૂરા થવાની રાહ જોઇ રહ્યું છેઃ કોંગ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1