Aapnu Gujarat
गुजरात

કૃષિ-ખેડૂત કલ્યાણ ફાળવણી બજેટમાં ૧૬ ટકા સુધી ઘટી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા બાદ ગુજરાત સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટમાં પણ કૃષિને લઇને વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની વાતો કરવામાં આવી છે પરંતુ વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટમાં ધ્યાન આપવામાં આવે તો ગયા વર્ષની બજેટની સરખામણીમાં તેમાં ચિત્ર અલગ જ દેખાઈ આવે છે. કૃષિ માટેની ફાળવણીમાં ૧૬.૪૩ ટકાનો ઘટાડો ગયા વર્ષની બજેટની સરખામણીમાં કરવામાં આવ્યો છે. ૨૦૧૬-૧૭ માટેના બજેટમાં ચૂંટણી વર્ષની સ્થિતિ હોવા છતાં સરકારે ૭૧.૬૮ કરોડની ફાળવણી કરી હતી જ્યારે આ વર્ષે ફાળવણી ૫૯.૯૦ કરોડ રૂપિયા રહી છે જે દર્શાવે છે કે, ૧૬.૪૩ ટકાની ઓછી ફાળવણી કૃષિ માટે કરવામાં આવી છે. આ વર્ષે બજેટની હાઈલાઇટ્‌સ ઉપર નજર કરવામાં આવે તો શિક્ષણ માટે ૭૦૨ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રિસર્ચ અને અન્ય કાર્યક્રમો માટે પણ ફાળવણી કરવામાં આવી છે પરંતુ આ ફાળવણી પણ નોંધપાત્રરીતે વધારો દર્શાવતી નથી. અન્ય જે ક્ષેત્રોમાં ફાળવણીમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેમાં શિક્ષણની ફાળવણી છે. શિક્ષણમાં ૧.૭ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટમાં શિક્ષણ માટે ૨૫૭૦૬ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી જ્યારે વર્ષ ૨૦૧૮-૧૯ માટે ફાળવણી ૨૫૨૭૦ કરોડ રૂપિયા કરવામાં આવી છે. સામાજિક ન્યાય, પરિવાર અને આરોગ્ય, શહેરી વિકાસ, માર્ગ અને નિર્માણ સહિતના ક્ષેત્રોમાં ફાળવણીમાં વધારો કરવામાં આવ્યો છે. આદિવાસી વિકાસ માટે પણ ફાળવણીમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ કૃષિ અને ખેડૂત કલ્યાણ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ અને શિક્ષણના ક્ષેત્રમાં ફાળવણીમાં ક્રમશઃ ૧૬.૪૩ ટકા, ૪.૪૩ ટકા, ૧.૭ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આરોગ્યની સ્થિતિ નિરાશાજનક હોવાની બાબત પારિવારિક સર્વેમાં આવી ગયા બાદ પણ આમા વધુ ધ્યાન આપવામાં આવ્યું નથી. ફાળવણીમાં માત્ર ૧૧.૭૮ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. શહેરી વિકાસના ક્ષેત્રમાં છેલ્લા બજેટની સરખામણીમાં ૧૦.૨૯ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ચિત્ર અલગ હોવાની વાત પણ કેટલાકો કરે છે. એક અગ્રણી અંગ્રેજી અખબારે આ અંગેની માહિતી આપ્યા બાદ આને લઇને પણ રાજકીય વર્તુળોની સાથે સાથે સામાન્ય લોકોમાં ચર્ચા છે.

Related posts

अहमदाबाद में पुलिस परिवार की सामूहिक आत्महत्या

aapnugujarat

સસરાએ પુત્રવધૂ પર બળાત્કાર ગુજાર્યોઃ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

aapnugujarat

બિટકોઇન કેસ : સંડોવાયેલા બધાંની ધરપકડ કરી લેવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1