Aapnu Gujarat
खेल-कूद

ભારતીય ટીમ વર્ષ ૨૦૧૮-૧૯માં અંદાજે ૩૦ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રમશે

આગામી વર્ષે વર્લ્ડ કપ યોજાવાનો હોવાથી ભારતીય ટીમ વર્ષ ૨૦૧૮-૧૯માં અંદાજે ૩૦ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રમશે. તો ભારતીય ટીમ આ સિઝનમાં બધા ફોર્મેટને ધ્યાનમાં રાખી કુલ ૬૩ મેચો રમશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ આગામી સિઝનમાં ૧૨ ટેસ્ટ મેચની સાથે ૨૧ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમશે.
શ્રીલંકામાં ટ્રાઈ-ટી ૨૦ ટુર્નામેન્ટની સાથે ભારતીય ટીમની વર્તમાન સીઝન સમાપ્ત થશે. તો ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૧મી સિઝન શરૂ થશે. જ્યારે જૂન મહિનામાં આયરલેન્ડ વિરુદ્ધ યોજાનારી બે મેચોની ટી-૨૦ શ્રેણીની સાથે નેશનલ ટીમ પોતાના અભિયાનનો શુભારંભ કરશે.જૂન મહિનામાં દક્ષિણ ભારતના બેંગલુરૂમાં માત્ર ઐતિહાસિક ટેસ્ટ માટે અફઘાનિસ્તાનની યજમાની કરશે. ત્યારબાદ જુલાઈ-સપ્ટેમ્બર સુધી ઈંગ્લેન્ડના અઢી મહિનાના પ્રવાસે જશે. આ દરમિયાન ભારતીય ટીમ ૫ ટેસ્ટ, ૩ આંતરરાષ્ટ્રીય વન-ડે અને ૩ ટી-૨૦ મેચ રમશે. જ્યારે એશિયા કપમાં અંદાજે નવ વન-ડે મેચ રમાશે. જોકે, તેની તારીખ અને સ્થળની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વેસ્ટઈન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવશે. વેસ્ટઈન્ડિઝની સામે ભારતીય ટીમ ૨ ટેસ્ટ, ૫ વન-ડે અને ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. વેસ્ટઈન્ડિઝના પ્રવાસ બાદ ભારતીય ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. જ્યાં ભારતીય ટીમ ૪ ટેસ્ટ, ૩ વન-ડે અને ૩ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચ રમશે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ મેચ નહીં રમવાનો નીતિગત નિર્ણય કર્યો છે, કારણકે ભારતીય સમય મુજબ સવારે સાડા ત્રણ વાગે ટેસ્ટ મેચ રમવુ વિશ્વના ધનવાન ક્રિકેટ બોર્ડ માટે વ્યવસાયિક રીતે વ્યવહારિક નથી. ન્યૂઝીલેન્ડનો પ્રવાસ જાન્યુઆરી મહિનાના મધ્યથી ફેબ્રુઆરી મહિનાના મધ્ય સુધી ચાલશે. જેમાં ૫ વન-ડે અને ૫ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચ રમાશે.ફેબ્રુઆરી મહિનાના બીજા અડધા ભાગમાં ઓસ્ટ્રેલિયન ટીમ વન-ડે શ્રેણી માટે ભારતના પ્રવાસે આવશે. જેમાં ૫ વન-ડે અને ૨ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચ રમશે. તો ભારતીય ટીમની વર્ષ ૨૦૧૮-૧૯ની સિઝન ઝીમ્બાબ્વેની સાથે ત્રણ મેચોની ટી-૨૦ શ્રેણી સાથે પૂર્ણ થશે.

Related posts

मलिक और हफीज को नहीं मिला PCB का केंद्रीय अनुबंध

aapnugujarat

वनडे में मयंक को मिल सकता है मौका

aapnugujarat

વિરાટની વિરાટ સિદ્ધિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1