Aapnu Gujarat
राष्ट्रीय

દક્ષિણ કાશ્મીરનાં ફુલગામમાં આતંકી હુમલો : બેંક અધિકારી સહિત સાતના મોત નિપજ્યા

ઘાટીના કુલગામ ખાતે આજે આતંકવાદીઓ દ્વારા એક ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન પાંચ પોલસી કર્મી અને બે બેન્ક કર્મચારીના મોત થયા છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ દક્ષિણ કાશ્મીરમાં કુલગામ ખાતે બેંકના અધિકારીઓ કેશવાનમાં રૂપિયા ૫૦ લાખ જેટલી કેશ લઈ જઈ રહ્યા હતા તે સમયે અજ્ઞાત આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં પાંચ પોલીસ કર્મી અને બે બેંક અધિકારી માર્યા ગયા છે. આ હુમલો જે સમયે કરવામાં આવ્યો તે સમયે એમ કહેવાય છે કે બેંક અધિકારીઓ બેંકમાંથી ૫૦ લાખ રૂપિયાની રકમ લઈ બીજી બ્રાંચમાં જમા કરાવવા માટે જઈ રહ્યા હતા. તે સમયે આતંકવાદીઓ દ્વારા રાયફલની મદદથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે બેંક અધિકારીના અને પાંચ પોલીસ કર્મીઓના મોત થયા હોવાનું દક્ષિણ કાશ્મીરના ડીઆઈજી એસપી પાનીએ કહ્યું છે. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં આતંકવાદીઓ આટલેથી જ અટક્યા ન હતા પરંતુ તેમણે રૂપિયાની સાથે કેશવાનમાં રહેલા સિક્યુરિટી ગાર્ડ પાસેના હથિયારો લઈને પણ તેઓ નાસી છૂટ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં આજે એક જ દિવસમાં આ આતંકવાદી હુમલાની ભારે ગંભીર કહી શકાય તેવી બીજી ઘટના બની છે. આ અગાઉ સવારે ભારતીય ચોકી ઉપર મોર્ટાર રોકેટ લોન્ચર અને સ્વચાલિત હથિયારોની મદદથી એલઓસી પર હુમલા કરી અને બે ભારતીય જવાનોને શહીદ કરવામાં આવ્યા હતા. તે પછી બનેલી આ બીજી ઘટનામાં બે બેંક અધિકારી સહિત કુલ સાત લોકોના મોત થવા પામ્યા છે. કાશ્મીરમાં પ્રવર્તી રહેલી પરિÂસ્થતિ અંગે ગત સપ્તાહે મુખ્યમંત્રી મહેબુબા મુફતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા.

Related posts

મ.પ્ર. ચૂંટણી : પટવારીના વિડિયોથી કોંગીને નુકસાન

aapnugujarat

रेलवे 48 हजार झुग्गियों को हटाने की तैयारी में

editor

મેરઠમાં નિવૃત્ત કર્નલના આવાસે હથિયારો મળ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1