Aapnu Gujarat
ताजा खबरव्यापार

મેડિકલ સર્ટિ વગર સારવાર માટે ઇપીએફ ઉપાડી શકાશે

રિટાયર્ડમેન્ટ ફંડ બોડી ઇપીએફઓમાં ચાર કરોડથી વધુ સભ્યો માંદગીની સારવાર માટે તેમના ઇપીએફ ખાતામાંથી ફંડ વિડ્રો કરી શકે છે. સાથે સાથે મેડિકલ સર્ટિફિકેટ વગર પણ સારવાર માટે ઇપીએફના નાણા ઉપાડી શકાય છે. એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ સ્કીમ ૧૯૫૨માં સુધારા કરવામાં આવી રહ્યા છે. જેમાં જુદાજુદા પ્રમાણપત્રોની રજૂઆતની જરૂરીયાતમાં સુધારા કરવામાં આવ્યા છે. ચોક્કસ પ્રકારની માંદગીની સારવાર પહેલા ચોક્કસ પ્રમાણપત્રો માંગવામાં આવે છે. બીજી બાજુ શારીરિક વિકલાંગતાના કેસમાં મેડિકલ પ્રમાણપત્ર વગર સારવાર લઇ શકાય છે. મળેલી માહિતી મુજબ હવે ચાર કરોડથી વધુ સભ્યો જુદા જુદા આધાર પર તેમના ઇપીએફ ખાતામાંથી ફંડ ઉપાડી શકે છે. સેલ્ફ ડિકલેરેશનની સાથે એક ફોર્મનો ઉપયોગ કરીને ઇપીએફ ખાતામાંથી નાણા ઉપાડી શકાશે. શ્રમ મંત્રાલય દ્વારા હાલમાં જ એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ સ્કીમ ૧૯૫૨ની કલમ ૬૮-જે અને ૬૮-એનની જાગવાઈમાં સુધારા કર્યા હતા. આનાથી ચાર કરોડથી વધુ ઇપીએફના ધારકોને માંદગીની સારવાર માટે ઇપીએફના ખાતામાંથી ફંડ ઉપાડવામાં સરળતા રહેશે. વરિષ્ઠ અધિકારીઓએ વિગત આપતા કહ્યું હતું કે, હાલમાં એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશનના સભ્યો તેમની અને તેમના પરિવારના સભ્યોની સારવાર માટે ઇપીએફ સ્કીમની પેરા ૬૮-જે હેઠળ એડવાન્સ લાભ લઇ શકે છે. બીજી બાજુ શારીરિક રીતે વિકલાંગ લોકો માટે પણ કેટલીક શરતો રહેલી છે. શ્રમ મંત્રાલય દ્વારા ૨૫મી એપ્રિલ ૨૦૧૭ના દિવસે સુધારાના સંદર્ભમાં જાહેરનામુ જારી કર્યું હતું. પેરેગ્રાફ ૬૮-જે હેઠળના સભ્યો હોÂસ્પટલમાં દાખલ થવા સહિત ચોક્કસ કેસોમાં બિમારીની સારવાર માટે ફંડમાંથી એડવાન્સ રૂપિયા ઉપાડી શકશે. અથવા તો હોÂસ્પટલમાં મોટા સર્જીકલ ઓપરેશન વેળા પણ એડવાન્સમાં પૈસા ઉપાડી શકશે.

Related posts

વોટબેંક માટે મમતા કોઇપણ હદ સુધી જવા તૈયાર : મોદી

aapnugujarat

દેશ આતંકથી ગ્રસ્ત, સરકાર શૂટ-બૂથમાં વ્યસ્ત : અખિલેશ યાદવ

aapnugujarat

पाक. आतंक का रास्ता छोड़कर अपनी समस्याओं पर ध्यान दे : रक्षा मंत्री

aapnugujarat

Leave a Comment

UA-96247877-1