Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

મોદી કેબિનેટના વિસ્તરણથી શિવસેના ખફા : જેડીયુ મૌન

નરેન્દ્ર મોદી મંડળના વિસ્તરણ બાદ એકબાજુ એનડીએના અનેક નેતાઓએ નવા અને પ્રમોટેડ મંત્રીઓને શુભેચ્છા પાઠવી છે ત્યારે બીજી બાજુ વિપક્ષ દ્વારા આની ટિકાટિપ્પણી કરવામાં આવી છે. કેબિનેટ વિસ્તરણથી શિવસેના લાલઘૂમ છે ત્યારે જેડીયુએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે. વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું છ ેકે, સરકારની છાપ પહેલાથી જ ખરાબ થઇ ચુકી છે. કેટલાક સુધારા કરવાના હેતુસર આમા સુધારો થશે નહીં. કાર્યક્રમમાં સામેલ ન થવાના મુદ્દે કેન્દ્રીયમંત્રી ઉમા ભારતીએ કહ્યું હતું કે, તેઓ કોઇ અન્ય કાર્યક્રમમાં જનાર હતા જેથી આવી શક્યા નથી પરંતુ નાખુશ નથી. કેન્દ્રીય કેબિનેટ વિસ્તરણમાં શિવસેના અને જેડીયુને સામેલ કરવામાં આવ્યા નથી. શિવસેનાના કોઇપણ નેતા શપથગ્રહણમાં સામેલ થયા નથી. સમારોહ બાદ શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું હતું કે, આ માત્ર ભાજપના ફેરફાર તરીકે છે. એનડીએ સાથે કોઇ લેવા દેવા નથી. તેમણે કહ્યું હતું કે, બહુમતિના કારણે આ અહંકાર હોઈ શકે છે પરંતુ અમે ધ્યાન આપી રહ્યા નથી. તેમની પાસે બહુમતિ છે જેથી પોતાની રીતે જ સરકાર ચલાવશે. જેડીયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું હતું કે, આ ભાજપની અંદર ફેરફાર છે. એનડીએની અંદર ફેરફાર નથી જેથી અમે ટિપ્પણી કરવા ઇચ્છતા નથી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે, આશા છે કે નવી ટીમ પ્રદેશની પણ મદદ કરશે જે વિભાજન બાદથી અનેક પ્રકારની તકલીફોનો સામનો કરી રહી છે. શપથબાદ પ્રમોટ કરવામાં આવેલા નવા પ્રધાનોમાં ભારે ખુશી જોવા મળી હતી. મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે, વડાપ્રધાનની અપેક્ષા મુજબ અમે આગળ વધીએ તેમ અમે ઇચ્છીએ છીએ. અમે ઇમાનદારીથી કામ કરવા શપથ લઇ ચુક્યા છે. કેબિનેટ મંત્રી બનેલા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, તેઓ મોદીના આભારી છે. ૨૦૨૨ સુધી ભારતને અગ્રણી રાષ્ટ્ર બનાવવા અમે ઇચ્છુક છીએ. અશ્વિની ચૌબેએ કહ્યું હતું કે, બક્સર, ભાગલપુર અને સમગ્ર દેશના તેઓ આભારી છે. અમે વિશ્વાસ અને જવાબદારી સાતે આગળ વધીશું. મોદીનો વિશ્વાસ તુટવા દઇશું નહીં. ભાજપના સાંસદ અશ્વિની કુમાર ચૌબે અને અન્ય પોતપોતાના ક્ષેત્રમાં કેટલી કુશળતા ધરાવે છે. આવી સ્થિતિમાં નવી ટીમ તાકાત સાથે મેદાનમાં ઉતરે તેમ માનવામાં આવે છે. કેન્દ્રીય કેબિનેટમાં આજે મોટાભાગે સિનિયર લોકોને કેબિનેટમાં સ્થાન આપવામાં આવતા આને લઇને વ્યાપક ટિકાટિપ્પણીનો દોર જારીરહ્યો હતો. વિરોધ પક્ષોએ આની ઝાટકણી કાઢી હતી.

Related posts

शिवसेना के प्रमुख ठाकरे जून महीने के अंत तक फिर अयोध्‍या का दौरा करेंगे

aapnugujarat

TN govt issued guidelines permitting Jallikattu

editor

पुलवामा में दो आतंकी ढेर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1