Aapnu Gujarat
राष्ट्रीय

ટેંક બેથલોનમાં બંને ટેંક ખરાબ થતા ભારત બહાર થયું

રશિયાની રાજધાની મોસ્કો ખાતે આવેલી અલાબીનો રેન્જમાં ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય ટેન્ક બેથલોન-૨૦૧૭માંથી ભારત બહાર થઈ ગયું છે. ભારતની બે ટેન્કો આ આર્મી ગેમ્સમાં સામેલ થઈ હતી. પરંતુ બંને ટેન્કોમાં તકનિકી ખામી આવી ગઈ હતી.ટેન્કોમાં તકનિકી ખામીને કારણે મોસ્કો ખાતેના ટેન્ક બેથલોનમાંથી બહાર નીકળવું દુખદ છે.
અહેવાલો મુજબ ભારતે આ આર્મી ગેમ્સમાં એક મુખ્ય અને એક રિઝર્વ ટી-૯૦ ટેન્ક મોકલી હતી. પરંતુ રેસ દરમિયાન બંને ટેન્કોમાં ખરાબી આવી ગઈ હતી.ત્યારબાદ ભારતને ટેન્ક બેથલોનમાંથી અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું. જો કે મોસ્કો ખાતેની આર્મી ગેમ્સના પ્રારંભિક તબક્કાઓમાં ભારતીય સેનાનું પ્રદર્શન ખૂબ શાનદાર રહ્યું હતું અને તેને જીતના માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. તેવામાં ટેન્કોમાં આવેલી ખરાબીને કારણે ભારતીય સેનાનું આમી ગેમ્સમાંથી બહાર થવું નિરાશાજનક રહ્યું છે.આ સ્પર્ધાની ફાઈનલ રેસમાં રશિયા, બેલારૂસ, કજાકિસ્તાન અને ચીન આગળ વધી રહ્યા છે. આ ચાર દેશોમાંથી કોઈ એક દેશની જીત થશે. રેસમાં રશિયા અને કાજાકિસ્તાનની ટી-૭૨બી૩ ટેન્કો, બેલારુસની ટી-૭૨ ટેન્કો અને ચીનની ૯૬બી ટેન્કો સામેલ છે.

Related posts

किसानों की उन्नत किस्म की फसल को एक्सपोर्ट करने की सुविधा उपलब्ध कराएगी सरकार – योगी

aapnugujarat

बेटा किसी का भी हो ऐसी हरकत कतई बर्दाश्त नहीं : आकाश विजयवर्गीय पर प्रधानमंत्री मोदी ने सख्ती दिखाई

aapnugujarat

कोरोना वैक्सीन 2021 का रक्षक होगा : बायोकॉन सीईओ

editor

Leave a Comment

UA-96247877-1