Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

ભ્રષ્ટાચાર સૂચકાંકમાં ભારત ૮૧માં સ્થાન પર

આંતરરાષ્ટ્રીય ગેર સરકારી સંગઠન ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના અહેવાલમાં ભ્રષ્ટાચારને લઈને ભારતના સરકારી ક્ષેત્રની છબિ દુનિયાની નજરમાં હજી ખરાબ જ છે. આમ તો ૨૦૧૫ની તુલનામાં સ્થિતિમાં સુધારના સંકેત છે છતાં ગ્લોબલ કરપ્શન ઈન્ડેક્સ૨૦૧૭માં દેશને ૮૧મું સ્થાન મળ્યું છે. જ્યારે ગયા વર્ષે ભારતનું સ્થાન ૭૯મું હતું. એ રીતે જોતાં ભારતમાં આ વર્ષે ભ્રષ્ટાચારની સ્થિતિમાં સુધાર થતાં નંબર વધું પાછળ ગયો છે. ભ્રષ્ટાચારની વિરુદ્ધ સરકારોને એક મજબૂત સંદેશ આપવાના ઉદેશ્યથી વર્ષ ૧૯૯૫માં શરૂ કરવામાં આવેલા ભ્રષ્ટાચાર સૂચકાંકમાં દુનિયાના ૧૮૦ દેશોની સ્થિતિનું આકલન કરવામાં આવે છે. આ સૂચકાંક વિશ્લેષકો, ઉદ્યોગકારો-વેપારીઓ અને વિશેષજ્ઞોના આકલન અને અનુભવો પર આધારિત હોય છે જેમાં પત્રકારો, કાર્યકર્તાઓ અને વિપક્ષી નેતાઓના માટે કામની આઝાદી જેવી કસોટીઓ પણ અપનાવવામાં આવે છે. સૂચકાંક તૈયાર કરવા માટે દેશોના વિભિન્ન મુદ્દે ૦થી ૧૦૦ સુધીના અંકની વચ્ચે આપવામાં આવે છે જેમ નંબર આગળ તેમ વધું ભ્રષ્ટાચારી જેમ નંબર પાછળ તેમ ઓછા ભ્રષ્ટાચારી ગણવામાં આવે છે.આ વખતે ભારતને ભ્રષ્ટાચારમાં ૧૦૦માંથી ૪૦ પોઈન્ટ મળેલા છે જે વાસ્તવમાં તો ગયા વર્ષની સરખામણીમાં તેટલાં જ છે. પણ વર્ષ ૨૦૧૫ પછીની સ્થિતિમાં સુધાર ગણીને ભારતને ૩૮ અંક દેવામાં આવ્યા હતા.ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે કહ્યું કે પૂરા એશિયામાં પ્રશાંત ક્ષેત્રમાં કેટલાંક દેશોમાં પત્રકારો, કાર્યકર્તાઓ, વિપક્ષી નેતાઓ અને એટલે સુધી કે કાયદો લાગૂ કરનારી અને નિયમનકારી એજન્સીઓના અધિકારીઓ સુધીનાને ધમકી આપવામાં આવે છે. ક્યાં તો સ્થિતિ તો એટલી ખરાબ છે કે તેમની હત્યાઓ પણ થઈ જાય છે.

Related posts

મુંબઈમાં અવરિત વરસાદ જારી : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય : જનજીવન અસ્તવ્યસ્ત

aapnugujarat

ડૉકલામ વિવાદના એક વર્ષ બાદ ભારત-ચીન સૈનિકોએ સાથે ભાંગડા કર્યા..!!

aapnugujarat

‘ટોક ટુ એકે’ મામલાની તપાસ માટે સિસોદિયાનું નિવેદન લેવા માટે સીબીઆઈ ટુકડી પહોંચી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1