Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचारताजा खबर

ઇઝરાયેલથી ડરી રહ્યું છે આઇએસ

આઇએસ આતંકી સંગઠનને વિશ્વમાં આતંકના પર્યાય કરીકે ઓળખવામાં આવે છે. આ જૂથ સાથે સંકળાયેલા આતંકીઓ બ્રિટન, ફ્રાંસ, જર્મની અને અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં હુમલા કરી ચુક્યા છે પરંતુ એક નાનકડો દેશ છે જેના પણ આઇએસ આંખ ઉંચી કરીને જોવાની પણ હિમ્મત કરી શક્યું નથી.
એવું પણ નથી કે આ દેશ આઇએસનો મિત્ર છે. આ દેશ સાથે અનેક મુસ્લિમ દેશોને વિખવાદ છે. તેમ છતાં આઇએસ અહીં હુમલો કરતા ડરી રહ્યું છે. આ દેશ છે ઇઝરાયેલ.તાજેતરમાં ઇઝરાયેલના પૂર્વ સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, આઇએસના આતંકી જૂથે ઇઝરાયેલના કબજા હેઠળના સીરિયાના એક વિસ્તારમાં ઇઝરાયલી આર્મીની એક ટુકડી પર હુમલો કર્યો હતો પરંતુ ત્યારબાદ તરત જ તેમણે માફી માગી હતી.
ઈઝરાયેલના અખબારના જણાવ્યા અનુસાર આ હુમલા બાદ ઇઝરાયલી આર્મીએ સીરિયન ગોલન હાઇટ્‌સ ખાતે આ આતંકી જૂથ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને હવાઈ હુમલા તેમજ ટેન્ક દ્વારા તેમના પર હુમલો કર્યો હતો. જેમાં ૪ આતંકી માર્યા ગયા હતા. ઈઝરાયેલ દ્વારા આતંકીઓના છૂપાવવાના ઠેકાણે સતત હુમલો કરાયા બાદ આતંકવાદી જૂથ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલા અંગે માફી માગવામાં આવી હતી.જોકે એ અંગે હજી સુધી કોઈ માહિતી જાણવા નથી મળી કે, આઇએસ જેવા આતંકી સમુહે ઈઝરાયેલની માફી ક્યા કારણોસર માગી હતી. તેમજ ઇઝરાયેલી સેના દ્વારા પણ આ ઘટના અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ આઇએસ દ્વારા હજી સુધી ઈઝરાયેલના કબજા વાળા સીરિયન પ્રદેશમાં આતંકી પ્રવૃત્તિ કરવામાં નથી આવી. તેમજ ઈસ્લામિક સ્ટેટમાં ગયેલા અને જીવતા પરત ફરેલા એક પશ્ચિમી દેશના પત્રકારે જણાવ્યું કે, આઇએસ ફક્ત ઈઝરાયેલથી ડરે છે. ‘મારું માનવું છે કે, ઈઝરાયેલ એક માત્ર એવો દેશ છે જે આઇએસને હરાવી શકે છે.

Related posts

પેટ્રોલ અને ડિઝલની ટૂંક સમયમાં હોમ ડિલિવરી

aapnugujarat

Pakistan govt earmarks 100 cr in federal budget 2019-20 for development of Kartarpur corridor

aapnugujarat

બઢતીમાં અનામત : બેંચનો ચુકાદો અનામત રહ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1