Aapnu Gujarat
खेल-कूद

આઇપીએલ ૨૦૧૮માં ડીઆરએસનો થશે ઉપયોગ, બીસીસીઆઇએ આપી લીલી ઝંડી

બીસીસીઆઇએ આઇપીએલની ૧૧મી સીઝન માટે ડીઆરએસ (ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ)ને લીલી ઝંડી આપી છે. આઇપીએલ પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) બાદ ડીઆરએસ લાગૂ કરનાર બીજી ટી-૨૦ લીગ હશે. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે બીસીસીઆઇ ડીઆરએસને લઇને ખૂબ જ ઉત્સુક છે અને આ વર્ષે તેને આઇપીએલમાં પણ લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આઇપીએલને ધ્યાનમાં લેતા બીસીસીઆઇએ ડિસેમ્બરમાં દેશના ટૉપ ૧૦ એમ્પાયરની એક વર્કશોપનું આયોજન કર્યુ હતુ. આ વર્કશોપનું આયોજન વિશાખાપટ્ટનમમાં કરવામાં આવ્યું હતું. એક અહેવાલ અનુસાર આઇસીસીના એમ્પાયરો વચ્ચે કોચ ડેનિસ બર્ન્સ અને ઓસ્ટ્રેલિયાના એમ્પાયર પૉલ રેફેલે ભારતીય એમ્પાયરોને નવી ટેકનીક જણાવી હતી. આ એમ્પાયર હવે આઇપીએલમાં એમ્પાયરિંગ કરશે.ઉલ્લેખનીય છે કે આ વખતે આઇપીએલ ૭ એપ્રિલથી ૨૭ મે સુધી ચાલશે. આઇપીએલની આ ૧૧મી સિઝનમાં ક્રિકેટ જગતના જાણીતા ખેલાડીઓ સામેલ થશે.

Related posts

કોહલી એકલો ચેમ્પિયન નહીં બનાવી શકે, અન્ય ખેલાડીઓ યોગદાન આપે તે જરૂરી : તેંડુલકર

aapnugujarat

पाकिस्तान की तरफ से नहीं खेल पाया, इसकी निराशा है : इमरान

editor

बीडब्ल्यूएफ वर्ल्ड चैंपियनशिप में पीवी सिंधु बनीं गोल्ड मेडल जीतने वाली पहली इंडियन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1