Gujarat

અંજલિથી ભઠ્ઠા તરફનો રસ્તો ભારે વાહન માટે બંધ થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલડીથી સરખેજ જતા મુખ્ય રસ્તા પર સતત વધતા ટ્રાફિકના પ્રશ્નને હળવો કરવા વાસણાના અંજલી ચાર રસ્તાથી પાલડીના મહાસતીજીચોક સુધી ૧ર૩પ મીટર લંબાઇના ફલાય ઓવરબ્રિજનું નિર્માણકાર્ય હાથ ધરાયું છે.
આ નિર્માણકાર્યના લીધે અંજલિ ચાર રસ્તાથી પાલડી ભઠ્ઠા તરફનો ડાબી બાજુનો રસ્તો ભારે વાહનો માટે તા.૧ લી ફેબ્રુઆરીથી બંધ કરવામાં આવશે. આ ફલાય ઓવરબ્રિજ શહેરનો સૌથી લાંબો ફલાય ઓવરબ્રિજ બનનાર હોઇ તંત્ર દ્વારા મસ્જિદ પાસે ઓબલીગેટરી સ્પાનના સુપર સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી હાથ ધરાશે, જેના કારણે અંજલી ચાર રસ્તાથી ભઠ્ઠા ચાર રસ્તા તરફ જતો ડાબી બાજુનો રસ્તો આગામી તા.૧ ફેબ્રુઆરીથી છ મહિના માટે ભારે વાહનો માટે બંધ કરાશે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જાહેર નોટિસ દ્વારા આગામી તા.૧ ફેબ્રુઆરીથી તા.૩૧ જુલાઇ, ર૦૧૯ સુધીના સમયગાળા માટે આ રસ્તો બંધ રહેવાથી ભારે વાહનોએ અવરજવર માટે અંજલી ચાર રસ્તાથી બીઆરટીએસ થઇ વડવાલા ઓટોની દુકાનથી લખડિયા હોસ્પિટલથી ભઠ્ઠા ચાર રસ્તા અથવા તો મહાલક્ષ્મી ચાર રસ્તા તરફના રસ્તાનો અને અંજલી ચાર રસ્તાથી ડાબી બાજુ બીઆરટીએસ થઇ ધરણીધરથી ભઠ્ઠા ચાર રસ્તા અથવા તો મહાલક્ષ્મી ચાર રસ્તા તરફ જવાની નાગરિકોને સૂચના આપી છે. છ મહિના માટે આ રસ્તો બંધ થવાની વાહનચાલકોને ખાસ કરીને ભારે વાહનોને થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પરંતુ ફલાયઓવર બની ગયા બાદ તેની સુવિધા પણ વાહનચાલકો અને નગરજનોને એટલી જ રાહત આપશે.

Related posts

पत्नी ने शारीरिक संबंध का मना करने पर पति का हमला

aapnugujarat

वेदीश फार्मा कंपनी का फर्जी दवाई बनाने का कौभांड : आरोपियों द्वारा मेहसाणा सेशन्स कोर्ट में जमानत अर्जी

aapnugujarat

મ્યુનિ. હેલ્થ ફ્લાઈંગ પાસે સ્ટાફની અછત છ ૬૫ લાખની વસ્તી સામે ફુડ સેમ્પલ માટે ૨૮નો જ સ્ટાફ

aapnugujarat

Leave a Comment