Gujarat

મ્યુનિ. હેલ્થ ફ્લાઈંગ પાસે સ્ટાફની અછત છ ૬૫ લાખની વસ્તી સામે ફુડ સેમ્પલ માટે ૨૮નો જ સ્ટાફ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી તાજેતરમાં હેલ્થ લાયસન્સ આપવાની સત્તા છીનવી લેવામા આવી છે.આમ છતાં તેને શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફૂડ સેમ્પલ લેવાની સત્તામા હજુ સુધી કોઈ કાપ મુકવામા આવ્યો નથી.આ તરફ અમદાવાદ શહેરના વિસ્તાર અને વસ્તીમાં છેલ્લા એક દસકામા વધારો થવા પામ્યો છે.હાલમા અમદાવાદ શહેરની કુલ વસ્તી હવે ૬૫ લાખના આંક ઉપર પહોંચી હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ફલાઈંગ સ્કવોર્ડ પાસે શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ સેમ્પલ લેવા માટે કુલ મળીને માત્ર ૨૮ નો સ્ટાફ છે જેમા અધિકારીથી લઈને પટાવાળા સુધીનો સમાવેશ થઈ જાય છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરના વિવિધ છ ઝોનમાં આવેલા અલગ અલગ વિસ્તારોમાં સમય-સમય પર મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા કાર્યરત કરવામા આવેલી ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા દૂધ,દૂધની બનાવટોથી લઈને કરીયાણામા વપરાતી ચીજો સુધીના નમુના લઈને તેને ચકાસણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની પબ્લીક હેલ્થ લેબોરેટરીમા તપાસ માટે મોકલી આપવામા આવતા હોય છે. અમદાવાદ શહેરનો કુલ ભૌગોલિક વિસ્તાર વર્ષ-૨૦૦૯ સુધી માત્ર ૪૬૨ કિલોમીટરનો હતો આ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમા આઠ જેટલી નગરપાલિકાઓ અને અન્ય ગામડાઓ ભેળવવામા આવ્યા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના શિડયુઅલ પ્રમાણે અમદાવાદની હદમા નવા વિસ્તારોનો સમાવેશ કરવામા આવ્યા બાદ પણ કોઈ વધારાની નવી જગ્યાઓ ખોલવામા આવી નથી પરિણામે આજે વર્ષ-૨૦૧૭માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વધીને ૫૯૨ કિલોમીટર ઉપરાંતના વિસ્તારની થઈ ગઈ હોવા છતાં આજની પરિસ્થિતિમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ફલાઈંગ સ્કવોર્ડ માત્ર ૨૮ લોકોના સ્ટાફ સાથે ફરજ બજાવી રહી છે. આ સ્ટાફમાં એક એસ.એસ.,૧૬ ફૂડ સેફટી ઈન્સપેકટર,૧ સેનેટરી ઈન્સપેકટર(ઓફિસ) સાત પટાવાળા ,એક સેનેટરી સબ ઈન્સપેકટર(ઓફિસ) અને બે ડ્રાઈવરનો સમાવેશ થાય છે.કેન્દ્ર સરકારે બહાર પાડેલી ગાઈડ લાઈન અનુસાર,કોઈ પણ શહેરમાં દર એક લાખની વસ્તીએ એક ફૂડ ઈન્સપેકટર હોવા જરૂરી છે.આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર ૧૬ ફૂડ ઈન્સપેકટરો જ ફરજ બજાવી રહ્યા છે.એમાં પણ કેટલાક રજા ઉપર હોય છે તો અન્ય કેટલાક બીમાર હોઈ રજા ઉપર આમ છતાં આ મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ મામલે કોઈ ગંભીરતા દાખવી શકતા નથી. દરમિયાન કેન્દ્રમાં યુ.પી.એ.સરકાર દ્વારા નવા ફૂડ સેફટી એકટનો અમલ વર્ષ-૨૦૧૧થી દેશભરમા શરૂ કરાવ્યો હતો. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ પાંચ ઓગસ્ટ-૨૦૧૧થી નવા કાયદાનો અમલ શરૂ કર્યો છે. આઘાતજનક બાબત એ છે કે,સાત વર્ષમાં શહેરમાં બે લાખ ઉપરાંત હોટલો,રેસ્ટોરા અને અન્ય વાણીજય એકમો કાર્યરત હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બેદરકાર એવા હેલ્થ વિભાગ દ્વારા માત્ર ૮૦૨૨ ઓનલાઈન લાયસન્સ અને ૧૮૪૧૪ જેટલા રજીસ્ટ્રેશન કરવામા આવ્યા છે. વર્ષ-૨૦૧૬-૧૭માં ૭૬૬ ઓનલાઈન લાયસન્સ તેમજ વર્તમાન વર્ષમાં ૧૮ નવેમ્બર-૨૦૧૭ સુધીમા ઓનલાઈન ૬૩૮ લાયસન્સનો સમાવેશ થાય છે. આ સાથે જ સાત વર્ષના સમયગાળામા કુલ મળીને ૧૮૪૧૪ એકમોના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.

Related posts

કોંગ્રેસ હાઈકમાન્ડ શંકરસિંહને ચૂંટણી સમિતિના ચેરમેન બનાવે તેવી સંભાવના

aapnugujarat

गुजरात में ११,००० करोड़ के प्रॉजेक्ट १३ दिन में घोषणा

aapnugujarat

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદ મુદ્દે આગાહી

editor

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat