Gujarat

મણિનગર સહકારી બેંકનુંID-પાસવર્ડ હેક કરી લાખો ખંખેર્યા

શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી મણિનગર નાગરિક સહકારી બેન્કનું સ્ટેટિક આઇપી તથા યુઝર્સ અને પાસવર્ડે હેક કરીને દસ લાખ રૂપિયાનું આરટીજીએસ દ્વારા દિલ્હીની એક કંપનીમાં ટ્રાન્સ્ફર કરી દેવાની ઘટના સામે આવી છે. મણિનગર સહકારી બેન્કમાં સાયબર એટેક થતાં અન્ય બેન્કો માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે. હેકર્સે દસ દસ લાખનાં ત્રણ આરટીજીએસ કર્યા હતા. જો કે, એક જ આરટીજીએસ સફળ થયું હતું. મણિનગર પોલીસે સમગ્ર ઘટના અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલ ઇશ્વરબાગ સોસાયટીમાં રહેતા અને મણિનગર નાગરિક સહકારી બેન્ક લિમિટેડમાં બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા કનુભાઇ સોલંકીએ દસ લાખ રૂપિયાનાં ચીટિંગની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં કરી છે. જે મુજબ, મણિનગર નાગરિક સહકારી બેન્કનું એકાઉન્ટ એચડીએફસી બેન્કમાં છે. જેથી તમામ ગ્રાહકોના આરટીજીએસ અને એનઇએફટી વગેરે ઓનલાઇન કામ એચડીએફસી મારફતે થાય છે. મણિનગર સહકારી બેન્ક એચડીએફસી બેન્કની સબ મેમ્બર છે. ગઇકાલે કનુભાઇને જાણ થઇ હતી કે એચડીએફસી બેન્કના એકાઉન્ટમાં દસ લાખ રૂપિયા ઓછા બતાવે છે. તપાસ કરતાં જાણવા મળ્યું હતું હતું કે દસ દસ લાખનાં ત્રણ આરટીજીએસ ખોટાં થયાં છે. કોઇ અજાણ્યા શખ્સે બેન્કનું સ્ટેટિક આઇ.પી. તથા યુઝર્સ અને પાસવર્ડ હેક કર્યું હતું. હેકર્સે દસ દસ લાખના ત્રણ આરટીજીએસ કર્યા હતા. જેમાં એક દસ લાખનું આરટીજીએસ સફળ રહ્યું હતું. મણિનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે બેંકના કર્મચારીઓ અને અધિકારીઓની પણ પૂછપરછ હાથ ધરી છે.

Related posts

રાજયના કોન્ટ્રાકટર્સની હડતાળ આખરે મુલત્વી

aapnugujarat

૨૦૧૨માં સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ પૈકી ૩૮ ભાજપે જીતી

aapnugujarat

એસિડ પી લેનાર બાળકી પર ૮ વર્ષ બાદ સફળ શસ્ત્રક્રિયા

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat